Amritpal Singh Arrest: પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી

પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ માટે અભિયાન ચલાવી રહી હતી. તેના 6 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન જલંધર અને આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

Amritpal Singh Arrest: પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી
punjab police arrested khalistan supporter amritpal singh
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 18, 2023 | 4:28 PM

પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. તે બુલિંદપુર ગુરુદ્વારા સાહિબ, મહેતપુર, જલંધરમાં છુપાયેલો હતો. તેના 6 સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અમૃતપાલ તેની મર્સિડીઝ કારમાં ફરાર થઈ ગયો હતો. અમૃતપાલનો 8 જિલ્લાની પોલીસ પીછો કરી રહી હતી. દરમિયાન, જલંધર અને આસપાસના રાજ્યના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટને બંધ કર્યું છે.

 

 

 

 

અમૃતપાલને પકડવા માટે જાલંધર પોલીસ કમિશનર કુલદીપ ચહલના નેતૃત્વમાં પંજાબ પોલીસ અભિયાન ચલાવી રહી હતી. તેણે તેના સમર્થકોને ખાલસા વાહીરમાં જોડાવાનું કહ્યું હતું, અને તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી જવાનો હતો. પંજાબ પોલીસે તેને પકડવા માટે પહેલેથી જ પ્લાન તૈયાર કર્યો હતો, જ્યાં નાકાબંધી વખતે તેના છ સાથી પકડાઈ ગયા હતા, પરંતુ અમૃતપાલ તેની મર્સિડીઝ કારમાં નાસી છૂટ્યો હતો.

 

 

 

 

 

પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપિલ કરી છે.

ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ દે પંજાબ’ ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ ત્રણ કેસ નોંધાયેલા છે, જેમાંથી બે કેસ અમૃતસર જિલ્લાના અજનલા પોલીસ સ્ટેશનમાં છે. તેના એક નજીકના મિત્રની ધરપકડથી નારાજ અમૃતપાલે તેના સમર્થકો સાથે 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ મામલામાં તેના પર કાર્યવાહી ન કરવા બદલ પંજાબ પોલીસની ઘણી ટીકા થઈ હતી.

Published On - 3:53 pm, Sat, 18 March 23