Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો

|

Dec 31, 2021 | 1:25 PM

NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા.

Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો
Punjab - Ludhiana Court Blast Case

Follow us on

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બ્લાસ્ટ કેસમાં (Ludhiana District Court) પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા આતંકવાદી જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ટીમે તેની સામે આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધ્યો છે. તેની પૂછપરછ કરવા માટે ટીમ ટૂંક સમયમાં જર્મની જવા રવાના થશે. તાજેતરમાં જર્મન પોલીસે તેની અટકાયત કરી હતી.

સમાચાર એજન્સી સાથે વાત કરતા, NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. પંજાબની ચૂંટણી પહેલા, રાજ્યમાં શાંતિને અસ્થિર કરવા માટે તેમની પ્રવૃત્તિઓમાં અચાનક વધારો થયો છે.

પાકિસ્તાન સાથે જોડાણ
એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલ્તાની તાજેતરમાં પાકિસ્તાની ઓપરેટિવ્સની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, ગ્રેનેડ અને પિસ્તોલના હથિયારોના કન્સાઇનમેન્ટની વ્યવસ્થા કરવા માટે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે તરનતારન, અમૃતસર અને ફિરોઝપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઠ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ધરપકડ કરાયેલા લોકોએ પંજાબમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરવા માટે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા. પોલીસે પાછળથી બીજા એક વ્યક્તિ, જીવન સિંહની ધરપકડ કરી હતી, જેને જર્મનીના ખાલિસ્તાન નેતા મુલ્તાનીએ સોશિયલ મીડિયા પર અગ્રણી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને નિશાન બનાવવા માટે કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.

આ કારણે 15 વર્ષ પહેલા જર્મની ગયો હતો
નોંધનીય છે કે લુધિયાણા બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ જસવિંદર 15 વર્ષ પહેલા પૈસા કમાવવા માટે જર્મની ગયો હતો, પરંતુ ત્યાં જઈને તે આતંકી બની ગયો હતો. સાત વર્ષ પહેલા મુલ્તાની પોતાના ગામ મંસૂરપુર પરત ફર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક સપ્તાહ રોકાયા બાદ તે ફરીથી જર્મની પરત ફર્યો હતો, તે પછી પાછો આવ્યો નથી.

આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીના સમાચાર સાંભળીને મંસૂરપુર ગામના લોકો ગભરાઈ ગયા છે. જો કે અહીં મુલ્તાની સામે કોઈ ફોજદારી કેસ નથી. ગામ લોકોએ જણાવ્યું કે જસવિંદરની માતા કમલજીત કૌરનું ગામમાં નિધન થઈ ગયું છે. તેના પિતા અજીત સિંહ એકલા રહે છે.

 

આ પણ વાંચો : UP Elections: વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો, મુલાયમના નજીકના સહયોગી શતરૂદ્ર પ્રકાશ ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Omicron Update: દેશમાં ઓમિક્રોનના 1270 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 450 કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

Next Article