લખીમપુર હિંસા કેસમાં પંજાબ સરકારના (Punjab Government) નાગરિક ઉડ્ડયન નિયામકે ઉત્તર પ્રદેશ (UP) ના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને પત્ર લખ્યો છે. નિયામકે અવસ્થીને જાણ કરતા પત્ર લખ્યો છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) લખીમપુર ખેરીની મુલાકાત લેવા માંગે છે. તેથી, તેના હેલિકોપ્ટરને ત્યાં ઉતરવાની મંજૂરી આપવી જોઈએ.
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, ‘ખેડૂતોના પરિવારો સાથે એકતા દર્શાવતા, હું દુ:ખની આ ઘડીમાં મારા ભાઈઓ અને બહેનો સાથે રહેવા માટે લખીમપુર ખેરી જઈ રહ્યો છું. મેં યુપી સરકાર પાસેથી હેલિકોપ્ટરને સ્થળ પર ઉતારવાની પરવાનગી પણ માંગી છે.
યુપીના લખીમપુરમાં (Lakhimpur Violence) ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે ટકરાવ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જે બાદ સમગ્ર રાજ્યમાં હંગામો ચાલુ છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતને લઈને ખેડૂતોના વિરોધ દરમિયાન આ હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને સાંસદ અજયકુમાર મિશ્રાના વતન ગામ બબીરપુરમાં મૌર્યની મુલાકાતના વિરોધમાં ખેડૂતો ત્યાં ભેગા થયા હતા.
Punjab Govt’s Civil Aviation director writes to UP Additional Chief Secretary Awanish Awasthi, informing him that CM Charanjit Singh Channi wants to visit Lakhimpur Kheri; seeks permission for landing of the CM’s chopper pic.twitter.com/r6V9kRkmPK
— ANI (@ANI) October 4, 2021
ખેડૂતો પર એસયુવી ચલાવ્યા બાદ હિંસા ફાટી નીકળી
કૃષિ વિરોધી કાયદા વિરોધીઓના જૂથ પર રીતે બે એસયુવી ચડાવી દેવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય મંત્રીનો પુત્ર વાહનમાં હતો, જ્યારે મિશ્રાએ આ આરોપને સ્પષ્ટપણે નકારી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી. સાથે જ અન્ય રાજકીય પક્ષોએ પણ ખેડૂતોને કચડી નાખનારાઓ સામે કેસ નોંધવાની માગ કરી છે.
પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે તેઓ સોમવારે અધિકારીઓની ટીમ સાથે લખીમપુર ખેરીની મુલાકાત લેશે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે. એક નિવેદન અનુસાર, ચન્નીએ આ દુ:ખદ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું, આ ભયાનક અને અમાનવીય કૃત્યની તમામ દ્વારા સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ. ચન્નીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી કે તેઓ ગુનેગારોને સજા અપાવે જેથી પીડિત પરિવારોને ન્યાય મળે.
આ પણ વાંચો : ‘પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં’, બહેનને પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ રાહુલ ગાંધીનું નિવેદન