આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Cm Arvind Kejriwal) કહ્યું કે તેઓ પંજાબની શાળાઓનો દિલ્હીની જેમ વિકાસ કરશે અને શિક્ષકોની મદદથી શાળાઓનો ચહેરો બદલી નાખશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં શિક્ષણની ખરાબ સ્થિતિ છે, જેમાં મોટા સુધારાની જરૂર છે. અમારા આ મિશનમાં શિક્ષકોની મોટી ભૂમિકા રહેશે. કેજરીવાલે કહ્યું, જો અમે પંજાબમાં સરકાર બનાવીશું, તો સૌથી પહેલા અમે કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ શિક્ષકોને કાયમી કરીશું. અમે ચન્ની સાહેબને અપીલ કરીએ છીએ કે તમે આ શિક્ષકોની માંગણી પૂરી કરો.
કેજરીવાલે કહ્યું કે આખા પંજાબમાંથી (Punjab) શિક્ષકો મને મળવા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું પંજાબના તમામ શિક્ષકોને (Teachers) પંજાબના પુનર્નિર્માણમાં જોડાવા આમંત્રણ આપું છું. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના અમૃતસરમાં કહ્યું કે એક તરફ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ શિક્ષકો બેરોજગાર બનીને ફરે છે. પંજાબમાં સરકાર બનતાની સાથે જ અમે પરીક્ષાઓ કરાવીને આ તમામ જગ્યાઓ ભરીશું જેથી શિક્ષકોને રોજગારી મળે અને બાળકોને શિક્ષક મળી શકે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પંજાબના શિક્ષકોને 8 ગેરંટી આપી
1️ શિક્ષકોના સહકારથી શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ આવશે
2️ કરાર આધારિત નોકરીઓને કાયમીમાં રૂપાંતરિત કરશે
3️ ટ્રાન્સફર પોલિસી બદલાશે
4 શિક્ષકો માટે કોઈપણ બિન-શૈક્ષણિક કાર્ય સોંપશે નહીં
5 તમામ ખાલી જગ્યાઓ ભરશે
6️ વિદેશથી તાલીમ
7 સમયસર પ્રમોશન
8️ કેશલેસ મેડિકલ સુવિધા
કેજરીવાલનો પડકાર, કોંગ્રેસના 25 ધારાસભ્યો અને ત્રણ સાંસદો અમારા સંપર્કમાં
અરવિંદ કેજરીવાલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે કોંગ્રેસના ઘણા લોકો અમારા સંપર્કમાં છે, પરંતુ અમે તેમનો કચરો ઉઠાવવા માંગતા નથી. અમારા તો માત્ર 2 જ ગયા છે, તેમના 25 ધારાસભ્યો અને 2-3 સાંસદો પણ સંપર્કમાં છે પરંતુ અમારે એવું કરવું નથી.
સીએમ ચહેરાની ઘોષણા પર કેજરીવાલે કહ્યું કે, આચાર સંહિતાના થોડા સમય પહેલા અથવા પછી કોઈપણ પક્ષ સીએમ ચહેરાની જાહેરાત કરે છે, હજુ સુધી કોઈ પાર્ટીએ જાહેરાત કરી નથી પરંતુ અમે અન્ય પક્ષો પહેલા તે કરીશું. કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ પર અરવિંદ કેજરીવાલે કહ્યું, સિદ્ધુ સાહેબ જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમને દબાવી રહી છે.
આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત
આ પણ વાંચો : રેગ્યુલર પેટ્રોલ અને પાવર પેટ્રોલ વચ્ચે જાણો શું છે તફાવત? ગ્રાહકો પાસે શા માટે પાવર પેટ્રોલના ભાવ વધુ લેવાય છે?
Published On - 4:32 pm, Tue, 23 November 21