Punjab Election 2022 : ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા પંજાબના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ !, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અમરિંદર સિંહ જોડાશે ભાજપમાં ?

|

Nov 19, 2021 | 12:43 PM

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપ સામે ખેડૂતોના આંદોલનની સમસ્યાના ઉકેલની માંગણી કરી હતી.,ત્યારે હવે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા ભાજપ સાથે અમરિન્દર સિંહના ગઠબંધનની ચર્ચાએ વેગ પકડ્યો છે.

Punjab Election 2022 : ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા પંજાબના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ !, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અમરિંદર સિંહ જોડાશે ભાજપમાં ?
punjab election 2022 a

Follow us on

Punjab Election 2022 : શુક્રવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે, ‘અમે કેટલાક ખેડૂતોને (Farmers) આ કાયદા વિશે સમજાવી શક્યા નથી, કદાચ અમારા પ્રયત્નમાં કચાશ રહી હશે. જેથી અમે કૃષિ કાયદાને(Farm laws)  પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લા એક વર્ષથી ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન પંજાબના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો રહ્યો છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત સાથે પંજાબનું રાજકારણ (Politics) પણ બદલાવાની તૈયારીમાં છે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) આગામી ચૂંટણીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

કોંગ્રેસથી અલગ થયા બાદ અમરિન્દર સિંહે ભાજપ સાથે તેમની નિકટતા વધારી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને (Amit Shah) મળવા પહોંચ્યા હતા. અમરિન્દર સિંહે માંગ કરી હતી કે જો ભાજપ ત્રણ કૃષિ કાયદાના મુદ્દાને ઉકેલે છે, તો તેઓ ચોક્કસપણે તેની સાથે ચૂંટણી લડશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

શું કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાશે ?

જોકે, કેપ્ટન અમરિન્દર સિંહે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ બીજેપી(BJP) સાથે સીધું ગઠબંધન નહીં કરે, પરંતુ અમરિંદર સિંહે ભાજપ સાથે સીટ વહેંચણીનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. મતલબ કે કેપ્ટનની પંજાબ લોક કોંગ્રેસ એ બેઠકો પર ચૂંટણી નહીં લડે જ્યાં ભાજપ તેના ઉમેદવારો ઉતારશે.

અહેવાલો અનુસાર, અમરિન્દર સિંહ ટૂંક સમયમાં આ મુદ્દે PM મોદી (PM Narendra Modi)  અને અમિત શાહને મળી શકે છે. અકાલી દળના તૂટવાની ઘટનામાં કેપ્ટનની પાર્ટી અને ભાજપ ઉપરાંત સીટ વહેંચણીના નેતાઓ પણ સામેલ હોવાની શક્યતા છે. જો કે, અમરિંદર સિંહની પાર્ટીને ચૂંટણી પંચની મંજૂરી મળવાની હજુ બાકી છે.

 

આ પણ વાંચો: Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

Published On - 12:42 pm, Fri, 19 November 21

Next Article