Pulwama Encounter : જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઠાર

|

Jul 08, 2021 | 9:37 AM

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીઓ ચાલુ હતી. ઘટના સ્થળ પર રાતથી જ સેનાના જવાનો, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હતા.

Pulwama Encounter : જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઠાર
પુલવામામાં 4 આતંકીઓ ઠાર

Follow us on

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર (Jammu Kashmir Encounter) કર્યા છે. ગઇ કાલે રાતથી જ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીઓ ચાલુ હતી. ઘટના સ્થળ પર રાતથી જ સેનાના જવાનો, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હતા. આ ઘટનામાં ભારતીય જવાનોએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ પુલવામામાં અન્ય એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.

 

પોલીસના જણાવ્યા પ્રમાણે, કુલગામના જોદાર વિસ્તારમાં કુલગામ પોલીસ અને 1RR ના સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 2 આતંકવાદીઓને ઠાર કરાયા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે અથડામણ દરમિયાન આતંકવાદીઓને સરેન્ડર કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આતંકીઓ તરફથી સતત ગોળીબારી થઇ રહી હતી. આ આતંકવાદીઓને ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

પોલીસને આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી જેના આધારે તેમણે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. છુપાયેલા આતંકીઓ તરફથી સતત ગોળીબારી થઇ રહી હતી જેના વળતા જવાબમાં 2 આતંકવાદીઓને ઠાર કરાયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

 

બુધવારની સાંજે જ LOC પર હાજર ભારતીય જવાનોએ ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા હતા. રૌજોરી સેક્ટરમાં પણ નિયંત્રણ રેખા પાસેથી સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આતંકીઓ LOC પાસેથી ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતો. આ આતંકીઓને રોકવા માટે કાર્યવાહી દરમિયાન 2 સૈનિકો પણ ઘાયલ થયા છે.

 

આ પણ વાંચો – Zomato IPO: 14 જુલાઇએ 9,375 કરોડ રૂપિયાનો ઈશ્યુ આવશે, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર

 

આ પણ વાંચો – Tokyo Olympics: એક માત્ર આઉટડોર યોજાતી શુટીંગની શોટગન ઇવેન્ટ, મોંઘીદાટ ગણાતી આ રમતના નિયમોને જાણો

Published On - 8:30 am, Thu, 8 July 21

Next Article