પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં સતત સંઘર્ષ વઘી રહ્યો છે. ત્યારે એક તરફ સમગ્ર દેશાં આતંકવાદીઓ પર રોષ છે ત્યારે આતંકી આદિલ ડારના ઘરે લોકો તેના પિતા ગુલામ ડારને ‘મુબારકબાદ’ આપી રહ્યાં છે. આદિલ ડારે જ વિસ્ફોટકોથી ભરેલી ગાડીથી CRPFની બસને ટક્કર મારી હતી જેમાં 40 થી વધુ જવાન શહીદ થયા છે.
ગુલામે કાશ્મીર ઘાટીના યુવાનો અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, હું યુવાનોને કોઇ સંદેશ નથી આપવા ઇચ્છતો પરંતુ સરકારને અપીલ કરું છું કે તેઓ કોઇ રસ્તો જરૂરથી શોધે. તેમજ સરકાર યુવનોને આવા રસ્તે પર જતાં રોકવા જોઇએ. રિપોર્ટ પ્રમાણે ગુલામ ડારના ઘરે લોકો સંવેદના જતાવવવા આવી રહ્યાં છે જેઓ મુબારક બોલી રહ્યાં છે.
CRPF ના જવાનો અંગે આદિલના પિતા ગુલામે કહ્યું કે અમે સીઆરપીએફના જવાનોના મૃત્યુ પર ખુશી નથી મનાવી રહ્યાં, અમે પરિવારોનું દુઃખ સમજી રહ્યા છીએ. કારણ કે અહીં અમે વર્ષોથી હિંસાનો સામનો કરી રહ્યાં છીએ. આ તરફ આદિલ 18 માર્ચથી ગાયબ હતો. અને પછી જાણ થઈ કે તે આતંકી બની ગયો છે.
IB અધિકારીના જણાવ્યા અનુસાર, આદિલને સુરક્ષાદળ પર પથ્થરમારો અને આતંકીઓ સાથે સંબંધ રાખવાના આરોપમાં 6 વખત ધરપકડ કરવામાં આવી હતી, સાથે જ આતંકી ડાર સુરક્ષા દળ વિરુદ્ધ પ્રદર્શનમા પણ ભાગ લેતો હતો. આ પ્રદર્શન દરમિયાન એક વખતે આદિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકવાદી આદિલ નવા યુવકોને સંગઠનમાં સામેલ કરવા માટે પ્રોત્સાહિત અને મધ્યસ્થતા કરવાનું કામ કરતો હતો.
[yop_poll id=1536]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:39 pm, Sun, 17 February 19