શહીદ અજય કુમારના પાર્થિવ દેહને જ્યારે તેમના ગામમાં લાવવામાં આવ્યો ત્યારે લોકો ઉમટી પડયા. મંગળવારે અજય કુમારના અંતિમ સંસ્કાર ગાજીયાબાદના નિવાડીમાં કરવામાં આવ્યા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં ઘણાં મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યાં હતા.
શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંઘ અને કેબિનેટ મંત્રી સિધ્ધાર્થનાથ સિંઘ, ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ અને ભાજપના અધ્યક્ષ વિનીત શારદા અને ઘણાં બીજા નેતાઓ હાજર રહ્યાં હતા. આ બધા નેતા અંતિમ સંસ્કારના સ્થળે ચંપલ પહેરીને પહોંચ્યા. ચંપલ પહેરીને બેઠેલા નેતાઓને જોઈને ગામના લોકોએ કહ્યું તે પછી નેતાઓએ ચંપલ કાઢ્યા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
In a rather embarrassing situation, MoS Satyapal Singh, UP Minister Siddharth Nath Singh and Meerut BJP MP Rajendra Agarwal and other BJP leaders had to face the ire of martyr Ajay Kumar's grieving family members in Meerut village after they entered funeral site with shoes on. pic.twitter.com/bwt7Ju6k04
— Piyush Rai (@Benarasiyaa) February 19, 2019
પરંતુ ખાસ લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંઘને. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોઝ અને ફોટોઝમાં સત્યપાલસિંઘ હસતા દેખાય છે તેના કારણે કહેવાઈ રહ્યું છે કે સ્થાનિક લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]