કોવેક્સિન માટે WHO ની મંજૂરી મળવી એ ગર્વની ક્ષણ, કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી: ડૉ. રણદીપ ગુલેરિયા

|

Nov 05, 2021 | 9:54 PM

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અગાઉ ભારત એક રસી ઉત્પાદન કેન્દ્ર હતું, પરંતુ છેલ્લા 18 મહિનામાં આપણે બતાવ્યું છે કે આપણે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન પણ કરી શકીએ છીએ.

કોવેક્સિન માટે WHO ની મંજૂરી મળવી એ ગર્વની ક્ષણ, કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી: ડૉ. રણદીપ ગુલેરિયા
ડૉ.રણદીપ ગુલેરિયા (File Photo)

Follow us on

કોવેક્સિનના (Covaxin) ઈમરજન્સી ઉપયોગ માટે WHO ની મંજૂરી મળવા પર, AIIMS ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ (AIIMS Director Dr. Randeep Guleria) કહ્યું કે આ આપણા દેશ માટે ગર્વની ક્ષણ છે. આપણને મેડ ઈન ઈન્ડિયા વેક્સિન માટે મંજૂરી મળી ગઈ છે. આ પહેલાં ભારત વેક્સિન મેન્યુફેક્ચરિંગ હબ હતું, પરંતુ છેલ્લા 18 મહિનામાં આપણે બતાવ્યું છે કે આપણે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું સંશોધન પણ કરી શકીએ છીએ.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે એક અભ્યાસમાં જોયું કે જ્યારે પણ પ્રદૂષણનું સ્તર ઊંચું હોય છે, ત્યારે બાળકો અને પુખ્ત વયના લોકોમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે ઈમરજન્સી મુલાકાતો થોડા દિવસો પછી વધી જાય છે. એ વાત ચોક્કસ છે કે પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ વધે છે. તેમણે વધુમાં એ પણ કહ્યું કે દર વર્ષે દિવાળી અને શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં પરાળી સળગાવવા, ફટાકડા ફોડવા, અન્ય કારણોસર દિલ્હી અને સમગ્ર ભારત-ગંગાના પટ્ટામાં સ્મોગ  બને છે અને ઘણા દિવસો સુધી વિઝિબિલિટી ખૂબ જ નબળી રહે છે. શ્વસનતંત્રના સ્વાસ્થ્ય પર તેની ઘણી અસર પડે છે.

‘કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી’

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એઈમ્સના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, એવો ડેટા પણ આવી રહ્યો છે કે દર વર્ષે વાયુ પ્રદૂષણના સંપર્કમાં બાળકો પર લાંબા ગાળાની અસર પડે છે, તે તેમના ફેફસાના વિકાસ અને તેમની ફેફસાની ક્ષમતાને પણ અસર કરે છે. પ્રદૂષણ શ્વસન સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે, ખાસ કરીને ફેફસાના રોગો, અસ્થમા ધરાવતા લોકો પર, કારણ કે તેમની બિમારી વધુ બગડે છે. પ્રદૂષણ કોવિડના વધુ ગંભીર કેસ તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવા જોઈએ, કારણ કે તે કોવિડ અને પ્રદૂષણ બંનેથી રક્ષણ કરવામાં મદદ કરશે.

શુક્રવારે દેશભરમાં નોંધાયા કોવિડ-19ના 12,729 નવા કેસ 

શુક્રવારે દેશમાં કોવિડ-19ના 12,729 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 221 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.48 લાખ થઈ ગયા છે. મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,165 લોકો સંક્રમણથી સાજા થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : Maharashtra: ખરાબ આત્માનો પડછાયો હટાવવાના નામ પર ચુનો લગાવતો હતો ઠગ, 301 ગ્રામ સોના સાથે પોલીસે કરી ધરપકડ

Next Article