Rahul Gandhi ને ‘પપ્પુ’ કહેતા લોકોને, કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહના મંચ પરથી પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક વ્યક્તિ કન્યાકુમારીથી ચાલીને 5 હજાર કિલોમીટર કાશ્મીર ગયો અને જનતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમના અધિકારોની વાત કરી. શું આ માણસ કોઈનું અપમાન કરી શકે છે? જનતાના પૈસા જનતાના હાથમાં જવા જોઈએ, કોઈ ઉદ્યોગપતિના હાથમાં નહીં.

Rahul Gandhi ને પપ્પુ કહેતા લોકોને, કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહના મંચ પરથી પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
Priyanka-Gandhi
| Edited By: | Updated on: Mar 26, 2023 | 1:39 PM

સંસદમાં રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના વિરોધમાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ ચાલી રહ્યો છે. આ સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર જૂઠું બોલીને જનતાનું ધ્યાન ભટકાવી રહી છે. રાહુલ ગાંધીએ આટલી મોટી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે, તમે તેમને પપ્પુ કહો છો. હવે તમને ખબર પડી રહી છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, જનતા તેની સાથે જઈ રહી છે.

રાહુલ ભણેલા છે, તમે તેને પપ્પુ બોલાવો છો: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હવે માત્ર જુઠ્ઠું બોલીને લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી આટલી મોટી સંસ્થાઓમાંથી ભણ્યા છે, તમે તેને પપ્પુ બોલાવો છો. હવે તમને ખબર પડી રહી છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, જનતા તેની સાથે જઈ રહી છે. તેઓ ડરી ગયા હતા કે રાહુલ ગાંધીએ સંસદમાં આવા પ્રશ્નો ઉઠાવ્યા, જેનો સરકાર પાસે કોઈ જવાબ નથી.

રાહુલે યાત્રા કરી અને જનતા માટે લડ્યા: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક વ્યક્તિ કન્યાકુમારીથી ચાલીને 5 હજાર કિલોમીટર કાશ્મીર ગયો અને જનતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમના અધિકારોની વાત કરી. શું આ માણસ કોઈનું અપમાન કરી શકે છે? જનતાના પૈસા જનતાના હાથમાં જવા જોઈએ, કોઈ ઉદ્યોગપતિના હાથમાં નહીં. આજે વાત માત્ર રાહુલ ગાંધીની નથી, પરંતુ સમગ્ર દેશની છે.

સિલિન્ડરની કિંમત નથી ઘટતી: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશમાં આટલી મોંઘવારી કેમ છે? જનતાને એક હજાર રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યા છે અને તેમની મિલકત માત્ર એક વ્યક્તિને સોંપવામાં આવી રહી છે. તમે ઘણું બધું કરી શકો છો પરંતુ તમે સિલિન્ડરની કિંમત ઘટાડી શકતા નથી. શું તમે આ બધું અદાણીને બચાવવા માટે કરો છો?

આ અદાણી છે કોણ? પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધીએ બે સવાલ પૂછીને શું ગુનો કર્યો? તમે તેમના પ્રશ્નોના જવાબ આપી શક્યા નહીં. તમે પ્રશ્નો પૂછનારાઓને દબાવવાનો પ્રયાસ કરો છો. આજે આખી સરકાર એક વ્યક્તિને બચાવવામાં વ્યસ્ત છે. અદાણીમાં એવું શું છે. કોણ છે આ અદાણી? તમે બધા તેના નામના ઉલ્લેખ પર ઉભા થઈ જાઓ છો.

Published On - 1:39 pm, Sun, 26 March 23