કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આગ્રા (Agra) પહોંચ્યા અને પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા સફાઈ કામદાર અરુણ વાલ્મીકી (Arun Valmiki) ની પત્ની અને માતાને મળ્યા. પીડિત પરિવારે પ્રિયંકા ગાંધીને તેમની આખી વાર્તા સંભળાવી. આ દરમિયાન પરિવારે પોલીસની મારપીટને કારણે અરુણના મોતની વાતનું વર્ણન કર્યું હતું.
પીડિત પરિવારને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું અરુણ વાલ્મીકીના પરિવારને મળી. હું માનતી નથી કે આ સદીમાં પણ કોઈની સાથે આવું થઈ શકે છે. તેઓએ મને કહ્યું છે કે વાલ્મીકિ સમુદાયના 17-18 લોકોને અલગ અલગ જગ્યાએથી ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
‘ઘરમાં તોડફોડ’
તેમણે ઉમેર્યું, “તેને નિર્દયતાથી મારવામાં આવ્યો. મને જે કહેવામાં આવ્યું હતું તે પણ હું કહી શકતી નથી. અરૂણને તેની પત્નીની સામે માર મારવામાં આવ્યો હતો. તેનો ભાઈ રાતે 2 વાગ્યાની આસપાસ તેને મળવા આવ્યો હતો અને તે સમય સુધી તે ઠીક હતો. લગભગ 2.30 વાગ્યે તેને કહેવામાં આવ્યું કે તે મરી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પરિવારને આપવામાં આવ્યો નથી. ”
તેણે કહ્યું, “તેના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. શું કોઈને ન્યાય નથી? ગરીબ પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે અને આપણે બધા મૌન છીએ? હું સુનિશ્ચિત કરીશ કે તેમને રાજસ્થાન સરકાર દ્વારા વળતર પણ આપવામાં આવશે કારણ કે પરિવારનો એક સભ્ય ભરતપુરનો છે. હું આ વિશે અશોક ગેહલોત સાથે વાત કરીશ.
આગ્રા જવા માટે રોકવામાં આવ્યા
પ્રિયંકા ગાંધી જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓના કાફલા સાથે આગ્રા જવા રવાના થયા, ત્યારે તેમને લખનૌમાં બપોરે 2.30 વાગ્યે પોલીસે અટકાવ્યા. પોલીસે કહ્યું કે તેમની પાસે આગ્રા જવાની પરવાનગી નથી. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી, પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં લઇ પોલીસ લાઇનમાં લાવ્યા હતા.અહીંથી તેમને માત્ર ચાર લોકો સાથે આગ્રા જવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Fikr Aapki: ભારતનો શ્રીલંકા સાથે મિત્રતાનો આ રસ્તો વધારી દેશે ચીનનું ટેન્શન