વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. પીએમ મોદી વિશે વર્ષ 2015માં ‘ધ મોદી ઈફેક્ટ’ નામની એક બુક પબ્લિશ થઈ હતી. લાન્સ પ્રાઈઝ નામના બીબીસીના પૂર્વ સંવાદદાતા દ્વારા આ પુસ્તક લખાયેલુ છે. આ પુસ્તકના પેઈઝ નંબર 4 પર પીએમ મોદી વિશે એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક આદ્યાત્મિક ગુરુએ પીએમ મોદી વિશે આ ભવિષ્યવાણી કરી છે જેમા કહેવાયુ છે પીએમ મોદી આગામી 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. વધુમાં તેમણે જણાવ્યુ કે એવુ નથી તેમના જીવનમાં એક ડાઉનફોલ પણ આવશે અને થોડો સમય માટે તેમણે વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ પણ આવી શકે. જે અત્યંત નાનો સમયગાળો હશે. એ પહેલા એક મોટો સમયગાળો તેમની પાસે એવો રહ્યો હશે કે તેમની પાસે સંસદમાં સૌથી વધુ બહુમત હશે. માત્ર એકવાર તેમને અન્ય દળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.
પુસ્તકમાં લેખક લાન્સ પ્રાઈઝે એક આદ્યાત્મિક ગુરુનો ઉલ્લેખ કર્યો છે જેઓ જ્યોતિષી હતા અને તેમણે કોઈપણ સંકેત આપ્યા વિના કેટલીક ભવિષ્યવાણી કરી હતી. જેમા પીએમ મોદી વિશે તેમણે જણાવ્યુ હતુ કે મોદીજી એક મહાન નેતા સાબિત થશે. આ ગુરુની દીર્ઘદૃષ્ટિ અને દુરદર્ષિતા વધુ સ્પષ્ટ જણાતી હતી. તેમણે વધુમાં પીએમ મોદી વિશે જે કહ્યુ તે આશ્ચર્યથી ભરેલુ હતુ. તેમણે કહ્યુ પીએમ મોદી 2032 સુધી સત્તામાં રહેશે. જેમા બહુ નાના સમય માટે તેમને વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ આવી શકે. પરંતુ તેમની પાસે સંસદમાં સૌથી વધુ મેજોરિટી રહેશે અને માત્ર એકવાર તેમણે અન્યદળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.
હાલની સ્થિતિને જોતા એ આદ્યાત્મિક ગુરુની ભવિષ્યવાણી સાચી પડતી જણાઈ રહી છે. 16 મે 2014માં નરેન્દ્ર મોદી પ્રથમવાર વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા. એ ચૂંટણીમાં પીએમ મોદીએ જે પ્રકારે ચૂંટણી પ્રચાર કર્યો હતો તે માસ્ટર ક્લાસ હતો. જેમા સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને ડિજીટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો.એ સમયે પ્રચાર દરમિયાન મોદીએ હજારો જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જો કે આટલા વિશાળ દેશમાં દરેક નગર અને ગામમાં જઈ લોકો સાથે રૂબરૂ કનેક્ટ થવુ શક્ય નથી. તેનો તોડ પણ મોદીએ શોધી કાઢ્યો અને એ હતો વર્ચ્યુઅલ મોદીનો એક લાઈફ સાઈઝ થ્રીડી હોલોગ્રામ. જેના દ્નારા તેઓ દેશના દરેક ગામો અને અંતરિયાળ પ્રદેશના લોકો સાથે કનેક્ટ થયા અને લાખો યુવાનોનો મતપેટી સુધી ખેંચી લાવ્યા અને ગાંધી પરિવારની આગેવાનીવાળી કોંગ્રેસ પાર્ટીને પ્રચંડ માત આપી. એ
લાન્સ પ્રાઈઝનું ધ મોદી ઈફેક્ટ નામનુ આ પુસ્તક હાલ એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. https://www.amazon.in/Modi-Effect-Narendra-campaign-transform-ebook/dp/B00RZPLB4M
Published On - 3:03 pm, Sat, 8 June 24