Prime Minister Narendra Modi’s address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, રસીકરણના 100 કરોડ ડોઝ, કોરોના અંગે કરી શકે છે વાત

|

Oct 22, 2021 | 8:35 AM

પીએમઓ દ્વારા કરાયેલા ટ્વીટમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે.

Prime Minister Narendra Modis address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, રસીકરણના 100 કરોડ ડોઝ, કોરોના અંગે કરી શકે છે વાત
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

Prime Minister Narendra Modi’s address to the nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે.

એવુ માનવમાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 22મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રને સંબોધન દરમિયાન, ભારતે હાંસલ કરેલ રસીકરણના 100 કરોડ ડોઝની ( 100 crore vaccination ) સિદ્ધિ અંગે વાત કરી શકે છે. તો સાથોસાથ, ભારતે કોરોનાના ( CORONA) કપરા કાળમાં અનેક પડકારો વચ્ચે મેળવેલી સફળતા અંગે પણ વાત કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતે, રસીકરણના 100 કરોડ ડોઝ ( 100 crore vaccination ) આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સંબોધનમાં, કોવિડ રસીકરણ (Covid19 vaccination) અંગે દેશના અથાક પ્રયત્નો વિશે વાત થઈ શકે છે. આ સાથે, પ્રધાનમંત્રી કોવિડ ( Covid 19) સંબંધિત પડકારો વિશે દેશવાસીઓને સંબોધિત પણ કરી શકે છે.આ તમામ વિષયોને લઈને પીએમ મોદી આજે શુક્રવારને 22મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે કહ્યું હતુ કે છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશ પાસે હવે મજબૂત ‘રક્ષણ કવચ’ છે, કારણ કે ભારતે કોવિડ વિરોધી રસીકરણ હેઠળ 100 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદીએ રસીકરણની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાન, અને 130 કરોડ ભારતીયોના સાહસ, સામૂહિક ભાવનાની જીત ગણાવી. રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં તેમણે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર અને રસીકરણ માટે પહોંચેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે “21 ઓક્ટોબર, 2021” નો દિવસ ઇતિહાસમાં નોંધવામાં આવ્યો છે. ભારતે થોડા સમય પહેલા રસીના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો પાર કર્યો હતો. જે કોરોના સામે સુરક્ષા કવચ સ્વરૂપ છે. આ ભારતની સિદ્ધિ છે, ભારતના દરેક નાગરિકની સિદ્ધિ છે.

મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારતે ઇતિહાસ રચ્યો છે. અમે ભારતીય વિજ્ઞાન અને 130 કરોડ ભારતીયોના સાહસ, સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. રસીકરણમાં 100 કરોડના ડોઝનો આંકડો પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરવા માટે દરેક સ્તરે કામ કરનારા તમામનો આભાર.

 

આ પણ વાંચોઃ

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિણર્ય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : સતત ત્રીજા દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો,આ રીતે જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Published On - 7:11 am, Fri, 22 October 21

Next Article