PM Kisan 10th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM-કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો, 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા

|

Jan 01, 2022 | 2:03 PM

PM-Kisan Scheme 10th installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવ્યા છે. આજે વડાપ્રધાને 10 કરોડ ખેડૂતોના ખાતામાં લગભગ 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

PM Kisan 10th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM-કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો, 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા
Pradhan Mantri Kisan Samman Nidhi Scheme (File Photo)

Follow us on

વડાપ્રધાને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો જાહેર કર્યો છે. આ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.

નવા વર્ષના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ દેશના 10.09 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેઓએ શનિવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)નો 10મો હપ્તો જાહેર કર્યો છે. આ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ જાહેર કરી હતી.

2000-2000 રૂપિયા એક-બે દિવસમાં તમામ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 10મો હપ્તો 1 ડિસેમ્બર 2021થી માન્ય રહેશે. જે ખેડૂત ભાઈઓ અને બહેનોએ અત્યાર સુધી આ યોજનામાં અરજી કરી નથી તેઓ પણ તેના માટે અરજી કરી શકે છે અને 31 માર્ચ, 2022 સુધી 10મા હપ્તાનો (PM Kisan 10th Installment) લાભ મેળવી શકે છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

પીએમ કિસાન યોજના ઔપચારિક રીતે 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી કોઈ હપ્તો મોકલવામાં આટલો વિલંબ થયો નથી. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 1.80 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આઝાદી પછી પહેલીવાર કોઈ સરકારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા આપવાનું શરૂ કર્યું છે.

પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ટ્રાન્સફર કરવાના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. તોમરે કહ્યું કે પીએમ-કિસાન કાર્યક્રમ ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોમાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

FPO માટે ગ્રાન્ટ બહાર પાડવામાં આવી

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે દેશના 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPOs)ને રૂ. 14 કરોડથી વધુની ઈક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી. કૃષિ મંત્રાલયનો દાવો છે કે 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને FPO ઓપરેટર ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી.

અરજી કરતી વખતે આને ધ્યાનમાં રાખો

જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો તે કરો. તેનો લાભ 31 માર્ચ 2022 પહેલા મળશે. તમારો રેકોર્ડ બરાબર રાખો. અરજી કરતી વખતે, આધાર, બેંક એકાઉન્ટ અને રેવન્યુ રેકોર્ડની વિગતો યોગ્ય રીતે ભરો. આમ કરવાથી પૈસા મેળવવામાં સરળતા રહેશે. જો એક કરતાં વધુ પુખ્ત સભ્યના નામ એક જ ખેતીલાયક જમીન રેકોર્ડમાં નોંધાયેલા હોય, તો દરેક પુખ્ત સભ્ય યોજના હેઠળ અલગ-અલગ લાભો માટે પાત્ર બની શકે છે.

આ પીએમ કિસાન યોજનાની હેલ્પલાઈન છે

જો તમને અરજી કર્યા પછી પણ પૈસા ન મળતા હોય, તો તમારા એકાઉન્ટન્ટ અને જિલ્લા કૃષિ અધિકારી સાથે વાત કરો. જો ત્યાંથી કોઈ ઉકેલ ન આવે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઈન (155261 અથવા 011-24300606) પર સંપર્ક કરો.

પરંતુ ધ્યાનમાં રાખો કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ અને 10 હજારથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, વર્ગ IV, ગ્રુપ ડી કર્મચારીઓ તેનો લાભ મેળવી શકે છે.

આવકવેરા ભરનારાઓને લાભ નહીં મળે

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે જે ખેડૂતોએ ગત નાણાકીય વર્ષમાં આવકવેરો ચૂકવ્યો હતો તેઓ આ યોજનાના આ લાભથી વંચિત રહેશે. પ્રોફેશનલ, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ અને આર્કિટેક્ટને લાભ નહીં મળે. ભલે જ આ લોકો ગમે ત્યાં ખેતી કરતા હોય. તેવી જ રીતે લોકસભા, રાજ્યસભાના સભ્યો, પૂર્વ મંત્રીઓ, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને MLCને પણ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Viral Video: અહીં દેખાયું અતિ દુર્લભ સફેદ હોગ ડીયર, વીડિયો જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો: Vaishno Devi Temple Stampede: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગમાં 12 ના મોત, સોશિયલ મીડિયા પર લોકોએ માગી સલામતીની દુવા

 

Published On - 12:46 pm, Sat, 1 January 22

Next Article