
Water Metro in Kochi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. PM મોદી 25 એપ્રિલે દેશની પ્રથમ વોટર મેટ્રો રાષ્ટ્રને સમર્પિત કરશે. તમને જણાવી દઈએ કે આ મેટ્રો અન્ય મેટ્રોથી ઘણી અલગ હશે. અન્ય મેટ્રો પાટા પર ચાલે છે, પરંતુ પીએમ મોદી જે મેટ્રોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે પાટા પર નહીં, પાણી પર દોડશે. કેરળના કોચી શહેરમાં વોટર મેટ્રો શરૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી કોચીમાં વોટર મેટ્રો શરૂ થવાની અટકળો ચાલી રહી હતી, આખરે તેને મંજૂરી મળી ગઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં પણ આ પહેલી મેટ્રો હશે જે પાણી પર ચાલશે. કોચીમાં શરૂ થનારી વોટર મેટ્રોની તસવીરો સામે આવી ચુકી છે. મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે 23 વોટર મેટ્રો બોટ અને 14 ટર્મિનલ હશે. તેમાંથી 4 ટર્મિનલ વોટર મેટ્રો સેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે વોટર મેટ્રો સેવામાં 78 બોટ અને 38 ટર્મિનલ હશે.
Kerala | On 25th April, PM Modi will dedicate to the nation India’s first Water Metro. Water Metro is a unique urban mass transit system with the same experience and ease of travel as that of the conventional metro system. It is very useful in cities like Kochi. pic.twitter.com/QxxlF04Nww
— ANI (@ANI) April 23, 2023
જાણકારી અનુસાર આ વોટર મેટ્રો પ્રોજેક્ટની કિંમત લગભગ 747 કરોડ રૂપિયા છે. એક મેટ્રો બોટની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમાં લગભગ 100 મુસાફરો માટે જગ્યા હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રો પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી બોટમાં ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ હશે અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારી હશે. હાલ તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમ મોદી હવે તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
દેશ- દૂનિયાના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..
Published On - 3:12 pm, Sun, 23 April 23