વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં કરી વાત, બિલ ગેટ્સને નથી આવડતી હિન્દી ભાષા, જાણો કેવી રીતે કરી વાતચીત

|

Mar 29, 2024 | 1:58 PM

પીએમ મોદી અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વચ્ચે મુલાકાત થઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી હિન્દીમાં અને બિલ ગેટ્સ અંગ્રેજીમાં બોલતા સાંભળવા મળી રહ્યાં છે. મોટી વાત એ છે કે બિલ ગેટ્સને હિન્દી ભાષા આવડતી નથી છતા કેવી રીતે સરળતાથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં કરી વાત, બિલ ગેટ્સને નથી આવડતી હિન્દી ભાષા, જાણો કેવી રીતે કરી વાતચીત
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વચ્ચે મુલાકાત થઈ છે. બંને દિગ્ગજ નેતાઓની આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી. આ મીટિંગમાં બિલ ગેટ્સે પીએમ મોદીને તેમની યોજનાઓથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની દરેક બાબત પર સવાલ કર્યા હતા. જો આ વીડિયો જોયો હોય તો તેમા જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દીમાં બોલતા હતા. જ્યારે બિલ ગેટ્સ હિન્દી ભાષા જાણતા નથી. ત્યારે કેવી રીતે વડાપ્રધાનને બિલ ગેટ્સ સાથે વાર્તાલાપ કર્યો.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ દ્વારા રીયલ ટાઈમ ટ્રાંસલેટરની મદદથી વાતચીત કરી હતી. જેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી સામેના વ્યક્તિની વાત સમજી શકે છે. જેમ કે કોઈ એક વ્યક્તિને ફ્રેન્ચ ભાષા નથી આવડતી. તો તે વ્યક્તિ આ ટ્રાંસલેટરની મદદથી તેની માતૃભાષામાં સાંભળી શકે છે.આ પ્રકારના ટ્રાંસલેટર માટે માર્કેટમાં અનેક પ્રકારના યંત્રો મળે છે. જેમાં વિવિધ કંપનીના ટ્રાંસલેટર ઈયરબર્ડમાં આ સુવિધા જોવા મળે છે.બીજી તરફ વડાપ્રધાને AI માધ્યથી પણ ટ્રાંસલેટર કરી શકાય છે તે જણાવ્યુ છે.

પીએમ મોદીએ AIની ભૂમિકા પર ચર્ચા કરી

પીએમ નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્સે ટેક્નોલોજી અને એઆઈની ભૂમિકા અને ફાયદા વિશે ચર્ચા કરી હતી. પીએમે તેમને એ પણ જણાવ્યું કે કેવી રીતે G-20 સમિટ દરમિયાન AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાસી તમિલ સંગમમ કાર્યક્રમ દરમિયાન તેમનું હિન્દી ભાષણ કેવી રીતે તમિલમાં અનુવાદિત થયું અને નમો એપમાં AIનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો.પીએમે કહ્યું કે અમે પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી ગયા કારણ કે અમે વસાહતો હતા. તેણે કહ્યું કે ક્યારેક હું મજાકમાં કહું છું કે આપણા દેશમાં આપણે આપણી માતાને આય કહીએ છીએ.

 

Next Article