વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર કરી વાત, FTA પર જલ્દી જ થઈ શકે છે એગ્રીમેન્ટ

|

Oct 28, 2022 | 8:37 AM

પીએમ મોદી સાથે વાત કરતા સુનકે કહ્યું, અમારી ભાગીદારી આવનારા સમયમાં વધુ મજબૂત થશે. તેમણે કહ્યું કે વ્યાપક અને સંતુલિત એફટીએ પર પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે.

વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર કરી વાત, FTA પર જલ્દી જ થઈ શકે છે એગ્રીમેન્ટ
PM Modi and UK PM Rishi Sunak
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાત કરી હતી અને તેમને વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી સાથે વાત કરતા સુનકે કહ્યું, અમારી ભાગીદારી આવનારા સમયમાં વધુ મજબૂત થશે. તેમણે કહ્યું કે વ્યાપક અને સંતુલિત એફટીએ પર પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરારનો પાયો પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા તેમની ભારત મુલાકાત દરમિયાન નખાયો હતો. તેમની મુલાકાત દરમિયાન, જોન્સને એફટીએને મંજૂરી આપી હતી અને વાટાઘાટો કરી હતી. આ પછી માત્ર થોડા દિવસો માટે વડાપ્રધાન બનેલા ટ્રસે પણ જોન્સનના પગલાને આવકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભારત સાથે FTA પર વાતચીતને આગળ વધારવા માટે તૈયાર છે. ટ્રસના વિદેશ અને વેપાર મંત્રી તરીકે તેમણે ભારત સાથે વધુ સારા વેપાર સંબંધો સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર એવું માનવામાં આવી રહ્યું હતું કે દિવાળીના અવસર પર વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, પરંતુ ટ્રસના અચાનક રાજીનામાના કારણે આ શક્ય બની શક્યું નથી. હવે ઋષિ સુનકે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, એવું માનવામાં આવે છે કે બહુપ્રતિક્ષિત FTAને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે તેમણે FTAને લઈને સુનક સાથે પણ વાત કરી છે અને બંને નેતાઓ આ અંગે સહમત પણ થયા છે.

બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

Published On - 8:45 pm, Thu, 27 October 22

Next Article