PM MODI એ વારાણસીમાં શિવલિંગ આકારના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કર્યું, જાણો કન્વેન્શન સેન્ટરની શું છે ખાસિયતો

PM MODI IN VARANASI : વડાપ્રધાન મોદીએ વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહીત કુલ 284 પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા.

PM MODI એ વારાણસીમાં શિવલિંગ આકારના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કર્યું, જાણો કન્વેન્શન સેન્ટરની શું છે ખાસિયતો
Prime Minister Modi inaugurated the Rudraksha Convention Center in Varanasi
| Edited By: | Updated on: Jul 16, 2021 | 12:08 AM

VARANASI : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 જુલાઈને ગુરુવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં બનારસ અને પૂર્વાંચલની જનતા માટે ઘણા પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા. કુલ 284પ્રોજેક્ટ્સનો ખર્ચ અંદાજે 582.93 કરોડ રૂપિયા થયો છે. તેમાં 186 કરોડના ખર્ચે તૈયાર થયેલ રુદ્રાક્ષ વારાણસી કન્વેન્શન સેન્ટર (rudraksha varanasi convention centre) પણ સામેલ છે.વડાપ્રધાન મોદી સિગરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાપાનના સહયોગથી બનાવવામાં આવેલા રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જાપાનના પ્રતિનિધિ સાથે બેઠક બાદ રુદ્રાક્ષનું વૃક્ષ પણ વાવ્યું હતું.

શિવલિંગના આકારની છત, 108 રુદ્રાક્ષ લગાવાયા છે
ઇન્ટરનેશનલ કોઓપરેશન અને કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’ ( Rudraksha Convention Center) પ્રાચીન શહેર કાશીની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઝલક રજૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે આ કન્વેન્શન સેન્ટરમાં 108 રુદ્રાક્ષ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેની છત શિવલિંગના આકારની બનાવવામાં આવી છે. આ બે માળનું કેન્દ્ર સિગરા વિસ્તારમાં 2.87 હેક્ટર જમીન પર બનાવવામાં આવ્યું છે અને તેમાં 1,200 લોકોની બેઠક ક્ષમતા છે.

અનેક કાર્યક્રમોનું કેન્દ્રબિંદુ બનશે રુદ્રાક્ષ
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘રુદ્રાક્ષ’ કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’ ( Rudraksha Convention Center) નો હેતુ લોકોને સામાજિક અને સાંસ્કૃતિક સંવાદ માટેની તકો પૂરી પાડવાનો છે. આંતરરાષ્ટ્રીય પરિષદો, પ્રદર્શનો, સંગીત ઉત્સવ અને અન્ય કાર્યક્રમો અહીં યોજાશે. આ કન્વેન્શન સેન્ટરના કોરિડોરમાં વિવિધ પ્રકારના પેઇન્ટિંગ છે. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની મદદથી ‘વારાણસી ઇન્ટરનેશનલ કોઓપરેશન અને કન્વેન્શન સેન્ટર (VCC) બનાવવામાં આવ્યું છે.તેની વિશેષતા એ પણ છે કે જરૂરી હોય ત્યારે તેને નાના વિભાગોમાં વહેંચી પણ શકાય છે.

1582.93 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ
15 જુલાઈને ગુરુવારે વારાણસીમાં વડાપ્રધાન મોદીએ 744.02 કરોડ રૂપિયાના 78 પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું. આ સાથે તેમણે 838.91 કરોડના 206 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો. કુલ 284 પ્રોજેક્ટ્સનો ખર્ચ અંદાજે 582.93 કરોડ રૂપિયા થયો છે.

આ પણ વાંચો : Gujarat Science City ની એક્વેટિક્સ અને રોબોટિક્સ ગેલેરીઓ અને નેચરપાર્ક કેવા દેખાય છે? આ રહ્યાં PHOTOS 

Gandhinagar : જુઓ ગાંધીનગરના અત્યાધુનિક રેલ્વે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટેલના રસપ્રદ PHOTOS

Published On - 11:51 pm, Thu, 15 July 21