આજે રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન યોજાયું હતુ.દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દેશભરના તમામ ધારાસભ્યો અને સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દેશના 4800 સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો હતો. એનડીએના દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)સામે વિરોધ પક્ષ તરફથી યશવંત સિંહા (Yashwant Sinha) મેદાનમાં છે. વોટિંગ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કિસ્સા પણ સામે આવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ સિવાય કોંગ્રેસ, સપા, એનસીપી તરફથી ક્રોસ વોટિંગના સમાચાર પણ સામે આવ્યા છે.
Voting in the election being held for the post of President of India is over at Parliament
(File Pic) pic.twitter.com/Yk3YEZlPPM
— ANI (@ANI) July 18, 2022
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું. કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત તેમજ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પ્રથમ વખત આદિવાસી મહિલાનો તાજ લગભગ નિશ્ચિત છે. 27 પક્ષોના સમર્થન સાથે દ્રૌપદી મુર્મુનું પલડું ભારે છે. તે જ સમયે, માત્ર 14 પક્ષોના સમર્થનથી, સિંહાને અંદાજે 3.62 લાખ મત મળવાની અપેક્ષા છે. 21મી જુલાઈએ પરિણામ જાહેર થશે.
Published On - 8:54 am, Mon, 18 July 22