કોંગ્રેસ 10 વર્ષમાં 90% ચૂંટણી હારી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો – નેતૃત્વ કોઈ વ્યક્તિનો અધિકાર નથી

|

Dec 02, 2021 | 2:59 PM

થોડા મહિના પહેલા પ્રશાંત કિશોર વિશે એવી અફવા હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે, હવે તેમણે મજબૂત વિપક્ષનું નેતૃત્વ કરવાના કોંગ્રેસના દાવા પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ 10 વર્ષમાં 90% ચૂંટણી હારી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો - નેતૃત્વ કોઈ વ્યક્તિનો અધિકાર નથી
Prashant Kishor-Rahul Gandhi

Follow us on

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસનું નેતૃત્વ એ કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી, ખાસ કરીને જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી ગઈ છે. તેમણે ટ્વીટ કર્યું, મજબૂત વિપક્ષ માટે, કોંગ્રેસ (Congress) જે વિચાર અને જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તે મહત્વપૂર્ણ છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ એ કોઈ એક વ્યક્તિનો દૈવી અધિકાર નથી, ખાસ કરીને જ્યારે છેલ્લા 10 વર્ષમાં પાર્ટી 90 ટકાથી વધુ ચૂંટણી હારી ગઈ હોય.

થોડા મહિના પહેલા પ્રશાંત કિશોર વિશે એવી અફવા હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જોકે, હવે તેમણે મજબૂત વિપક્ષનું નેતૃત્વ કરવાના કોંગ્રેસના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. પ્રશાંત કિશોરે મમતા બેનર્જીની ટીએમસીને (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ લખીમપુર ઘટના (Lakhimpur Incident) પર તેમણે કહ્યું કે કોંગ્રેસ આ ઘટના પર રાતોરાત જમીન સંપાદન કરવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું
આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘જેઓ આશા રાખી રહ્યા છે કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (GOP) એટલે કે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ લખીમપુર ઘટનાથી ઝડપથી વાપસી કરશે, તેઓ નિરાશ થશે. કમનસીબે, GOPની ઊંડા મૂળ અને માળખાકીય નબળાઈનો કોઈ ઝડપી ઉકેલ નથી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા લખીમપુર ગયા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને સીતાપુર ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં પ્રિયંકાએ ઝાડુ લગાવીને તેની અટકાયતનો વિરોધ કર્યો હતો.

ભાજપનો ઉલ્લેખ કરતા ટોણો માર્યો હતો
પ્રશાંત કિશોરે થોડા સમય પહેલા પણ વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ (BJP) ઘણા દાયકાઓ સુધી ક્યાંય જઈ રહ્યું નથી અને રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને તેનો ખ્યાલ નથી. પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર સવાલ-જવાબના સત્રમાં કહ્યું હતું કે આવનારા વર્ષોમાં ભાજપ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેશે, પછી તે જીતે કે હારે.

 

આ પણ વાંચો : પંજાબની રાજનીતિમાં મોટા બદલાવની અપેક્ષા, કેપ્ટન અમરિંદર ટૂંક સમયમાં જેપી નડ્ડા અને અમિત શાહને મળી શકે છે

આ પણ વાંચો : ગુલામ નબી આઝાદે કહ્યુ, કલમ 370 પુનઃસ્થાપિત કરવા 300 સાસંદ જોઈએ, કોંગ્રેસ 300 સાંસદો જીતી શકે તેમ નથી

Next Article