આજે કોંગ્રેસના (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા. આ ઉપરાંત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સૂત્રો અનુસસર કોંગ્રેસે પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવા અને સલાહકાર તરીકે કામ કરવા કહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, તેમણે પાર્ટીમાં જોડાવા માટે રસ દાખવ્યો છે અને પાર્ટીની નબળાઈઓ અને સુધારા માટે શું કરવાની જરૂર છે તેના પર પ્રેઝન્ટેશન આપ્યું છે.
તેમજ કેસી વેણુગોપાલે કહ્યું કે પ્રશાંત કિશોરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેટલાક મોટા નેતાઓને 2024માં યોજાનારી ચૂંટણીને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનની સમીક્ષા માટે એક ટીમ બનાવવામાં આવશે, જે થોડા સમય બાદ તેનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે. પાંચ રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટી પ્રશાંત કિશોર સાથે ફરી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
#UPDATE Congress party meeting held at the residence of party chief Sonia Gandhi in Delhi has ended. The meeting lasted for almost 4 hours, Prashant Kishor has given a presentation to the leaders, KC Venugopal will brief about it.
— ANI (@ANI) April 16, 2022
કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે જીતની સંભાવનાઓને પુનર્જીવિત કરવાની અને આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના ઉભરતા પડકાર સામે સારું પ્રદર્શન કરવાની આશા રાખતી હતી. પરંતુ પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે એક આંચકા તરીકે આવ્યા હતા. પ્રશાંત કિશોરે અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ વાતચીત કરી હતી. જોકે મંત્રણા બાદ કંઈ થઈ શક્યું નથી.
પ્રશાંત કિશોરે 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે કામ કર્યું છે. તેમને 2017ની પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસ અને કેપ્ટન અમરિંદર સિંહને 117માંથી 77 બેઠકો જીતવામાં મદદ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. પ્રશાંત કિશોરને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત માટે પ્રશંસા મળતી રહે છે.
આ પણ વાંચો:
સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- પહેલા તમારી પાર્ટીનો ઈતિહાસ જુઓ
આ પણ વાંચો: