અદાણી કેસને લઈને કોંગ્રેસ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. જો કે ભાજપ પણ વળતો પ્રહાર કરી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ફરી એકવાર આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. જો કે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. જયરામ રમેશે કહ્યું કે સતત ત્રીજા દિવસે વિપક્ષને સંસદમાં ગૌતમ અદાણી મુદ્દે JPCની માંગણી હોવા છતા મંજૂરી આપવામાં આવી નથી. મોદી સરકાર તેનાથી ભાગી રહી છે.
Classic case of sounding more loyal than the king!
The facts are- Congress is least interested in letting Parliament run. They are least bothered about pro-people legislations being brought and they detest the historic productivity of Parliament under the Modi Government. https://t.co/zoVXE1BXmW
— Pralhad Joshi (@JoshiPralhad) February 6, 2023
તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, રાજા કરતા વધુ વફાદાર હોવાનો આ ઉત્તમ કિસ્સો છે. તેમણે પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસને સંસદનું કામકાજ થવા દેવામાં સૌથી ઓછો રસ છે. તે લોકો માટે લાવવામાં આવી રહેલા કાયદાઓ ઓછા ચિંતિત છે અને તે મોદી સરકાર હેઠળની સંસદની ઐતિહાસિક ઉત્પાદકતાને ધિક્કારે છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં અદાણી મુદ્દા પર ચર્ચા ન થવા દેવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે અને દેશને ખબર હોવી જોઈએ કે અબજોપતિ ઉદ્યોગપતિ પાછળ કોની શક્તિ હોય છે.
રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું કે મોદીજી અદાણી પર સંસદમાં ચર્ચા ન થવા દેવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. આ માટે એક કારણ છે અને તમે તે જાણો છો. હું ઈચ્છું છું કે અદાણીના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. લાખો-કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવવો જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે અદાણી પાછળ કોની શક્તિ છે.
તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષોથી સરકાર વિશે અને હમ દો, હમારે દો વિશે વાત કરી રહ્યો છું. સરકાર ઇચ્છતી નથી કે અદાણી કેસની સંસદમાં ચર્ચા થાય કારણ કે તે ડરી ગઈ છે. સરકારે સંસદમાં ચર્ચા કરવી જોઈએ, પરંતુ તેને ટાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.