Power cuts Punjab : પંજાબમાં વીજ પુરવઠાની સ્થિતિ ગંભીર રહી છે અને રવિવારે સરકારી માલિકીની પીએસપીસીએલએ કહ્યું હતું કે, 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં દૈનિક ત્રણ કલાક વીજળી કાપ રહેશે.
કોલસાની તીવ્ર અછતને કારણે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (Punjab State Power Corporation Limited)ને વીજ ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોલસાના ભરાવાને કારણે, કોલસા (Coal)થી ચાલતા પાવર પ્લાન્ટ્સ તેમની ઉત્પાદન ક્ષમતાના 50 ટકાથી ઓછા પર કાર્યરત છે.
જ્યારે ખાનગી પાવર થર્મલ પ્લાન્ટમાં 1.5 દિવસ સુધી કોલસાનો સ્ટોક હોય છે અને સરકારી એકમો પાસે ચાર દિવસ સુધી કોલસો હોય છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.પીએસપીસીએલ(PSPCL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એ વેણુપ્રસાદે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કોલસા આધારિત તમામ પ્લાન્ટમાં પાવર યુટિલિટી તીવ્ર કોલસાની અછતનો સામનો કરી રહી છે.
તેમણે કહ્યું કે, પડોશી રાજ્યો દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તેમજ ભારતના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે.વેણુપ્રસાદે જણાવ્યું હતું કે, PSPCLકૃષિ ક્ષેત્ર સહિત ગ્રાહકોની માંગને પહોંચી વળવા બજારમાંથી અતિશય દરે પણ વીજળી (Electricity)ખરીદી રહી છે.PSPCLએ શનિવારે પંજાબની 8,788 મેગાવોટની મહત્તમ માંગ પૂરી કરી, તેમણે કહ્યું કે, રવિવારની જરૂરિયાત પૂરી કરવા માટે આશરે 1,800 મેગાવોટ વીજળી પાવર એક્સચેન્જમાંથી 11.60 રૂપિયા પ્રતિ યુનિટના દરે ખરીદવામાં આવી હતી.
વીજળી (Electricity)ની આટલી ખરીદી હોવા છતાં, પીએસપીસીએલ (PSPCL)માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત દૂર કરવા માટે તમામ કેટેગરીના ગ્રાહકો પર રાજ્યભરમાં લોડ શેડિંગ કરી રહી છે, એમ વેણુપ્રસાદે જણાવ્યું હતું. બુધવાર સુધી દરરોજ લગભગ 2 થી 3 કલાકનો વીજ કાપ મુકવામાં આવશે,
સીએમડીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યના તમામ ખાનગી કોલસા આધારિત પ્લાન્ટમાં 1.5 દિવસનો કોલસો સ્ટોક છે જ્યારે સરકારી માલિકીના પ્લાન્ટ્સમાં લગભગ ચાર દિવસનો કોલસો સ્ટોક છે.એક નિવેદનમાં જણાવ્યું આવ્યું હતુ કે, “ગઈકાલે કુલ 22 રેકની કુલ જરૂરિયાત સામે 11 કોલસાના રેક પ્રાપ્ત થયા હતા. સમાપ્ત થયેલા કોલસા (Coal)ના જથ્થાને કારણે, આ પ્લાન્ટ્સ તેમની જનરેશન ક્ષમતાના 50 ટકાથી ઓછા પર કાર્યરત છે, ”
તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાંથી વીજળીની માંગ હજુ પણ છે.
જોકે, તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Chief Minister Charanjit Singh Channy)ના હસ્તક્ષેપ બાદ કોલસાના લોડિંગમાં સુધારો થયો છે.માંગમાં ઘટાડો અને કોલસાનો સ્ટોક બનાવવા માટે પૂરતા પ્રમાણમાં કોલસાના આગમન સાથે, 15 ઓક્ટોબરથી પરિસ્થિતિ હળવી થશે,