એજીએમયુટી કેડર (AGMUT Cadre) ના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટીંગને હવેથી ‘મુશ્કેલ વિસ્તારોમાં’ પોસ્ટીંગ તરીકે માનવામાં આવશે. એક અધિકૃત પ્રકાશન અનુસાર, કેન્દ્ર સરકારે આ સંબંધમાં નિર્ણય લીધો છે અને આ સંદર્ભમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ કેન્દ્ર શાસિત પ્રદેશ (AGMUT) કેડર-2016 ના IAS અને IPS અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. પૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર કેડરના AGMUT સાથે વિલીનીકરણ પછી, સક્ષમ અધિકારીની મંજૂરીથી આ મામલાની તપાસ કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો, કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને સંયુક્ત AGMUT કેડરમાં B કેટેગરી (કઠિન વિસ્તારો) તરીકે ગણવામાં આવશે. રીલીઝ મુજબ, AGMUT કેડર-2016 ના IAS, IPS અધિકારીઓની બદલી અને પોસ્ટિંગમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે.
દિલ્હી, ચંદીગઢ, ગોવા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં પોસ્ટિંગને ‘રેગ્યુલર એરિયા’ અથવા ‘A’ કેટેગરી તરીકે ગણવામાં આવશે, જ્યારે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટિંગને ‘મુશ્કેલ વિસ્તાર’ અથવા ‘B’ કેટેગરી તરીકે ગણવામાં આવશે.
મોટાભાગના રાજ્યોની પોતાની કેડર છે, પરંતુ કેટલાક રાજ્યો માટે સંયુક્ત કેડરની પણ રચના કરવામાં આવી છે. હાલમાં, દેશમાં ત્રણ સંયુક્ત કેડર છે, જેમાં આસામ-મેઘાલય, મણિપુર-ત્રિપુરા અને એજીએમયુટી. AGMUT એ અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરતી સંયુક્ત કેડર છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તે હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.
જમ્મુ-કાશ્મીર કેડર નાબૂદ થયા બાદ હવે જમ્મુ-કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારીઓની અન્ય રાજ્યોમાં પણ બદલી થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ અન્ય રાજ્યોમાં પણ સેવા આપી શકશે. અગાઉ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂક કરવામાં આવતી ન હતી. જો કે, તેમની નિમણૂક એજીએમયુટી હેઠળના રાજ્યોમાં જ થશે. આ પછી, આ સંયુક્ત કેડરના અધિકારીઓની જમ્મુમાં પણ બદલી થઈ શકે છે.