વસ્તી વિસ્ફોટ : ચીનને ત્રણ મહિનામાં પછાડી ભારત, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે

સામાન્ય રીતે ભારતમાં મોટા ભાગના પરિવારમાં એક વ્યક્તિ કમાનાર હોય છે અને અન્ય લોકો ખાનાર હોય છે. જેના કારણે દેશના નાગરિકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે.

વસ્તી વિસ્ફોટ : ચીનને ત્રણ મહિનામાં પછાડી ભારત, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે
Population explosion: India will become the most populous country in the world, surpassing China in three months
Image Credit source: simbolic image
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:44 AM

આપણો દેશ ઘણી બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો જોવા મળે છે. જેમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે. વિશ્વ ભરમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીનને ગણવામાં આવે છે. પરંતુ, સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનનો તાજેતરમાં આવેલ એક અહેવાલમાં દાવો કર્યો છે કે, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને વસ્તી વધારાના ક્ષેત્રે આગળ નીકળી શકે છે. જે વિશ્વનો સૌથી વધારે વસ્તી વાળો દેશ બનશે. વસ્તી વધારાના કારણે દેશમાં સામાજીક અને આર્થિક બાબત પર અસર જોવા મળશે. વસ્તી વધારાના કારણે લોકોને રહેઠાણની સમસ્યા, ગરીબી, બેરોજગારી, આરોગ્ય સેવા જેવી અન્ય ક્ષેત્રે પણ અસર જોવા મળશે. સામાન્ય રીતે ભારતમાં મોટા ભાગના પરિવારમાં એક વ્યક્તિ કમાનાર હોય છે અને અન્ય લોકો ખાનાર હોય છે. જેના કારણે દેશના નાગરિકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનના અહેવાલ અનુસાર ભારતમાં ઝડપથી વધતી વસ્તી 1.41 બિલિયન લોકોમા 4 વ્યક્તિ માંથી 1 વ્યક્તિ 15 વર્ષથી ઓછી ઉમર ધરાવતી હશે.

વર્ષ 2100માં વસ્તી 10 અબજથી ઉપર હશે

તે જ સમયે, વર્તમાન મૂલ્યાંકન અનુસાર, ચીનની વસ્તી આ દિવસોમાં 1.42 અબજ છે. જ્યારે ભારતની વસ્તી 1.41 અબજ છે. અમેરિકાની વસ્તી 338 મિલિયન હોવાનો અંદાજ છે. ઈન્ડોનેશિયાની વસ્તી 276 મિલિયન હોવાનો અંદાજ છે. પાકિસ્તાનની વસ્તી 236 મિલિયન હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચીન હજુ પણ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેની વસ્તી સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.5 અબજ થઈ શકે છે. 2050 સુધીમાં તે 9.7 અબજ અને 2100 સુધીમાં 10.4 અબજ થઈ જશે.

ભારત સહિત 8 દેશોમાં વધુ વસ્તી વધશે

એવું કહેવાય છે કે વૈશ્વિક વસ્તી 7 અબજથી 8 અબજ સુધી પહોંચવામાં લગભગ 12 વર્ષ લાગ્યા છે. આવી સ્થિતિમાં એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે 2037 સુધીમાં એટલે કે 15 વર્ષમાં તે 9 અબજના આંકડાને સ્પર્શી શકે છે. રિપોર્ટમાં આશંકા છે કે 2050 સુધીમાં વૈશ્વિક વસ્તી વૃદ્ધિ માત્ર આઠ દેશોમાં કેન્દ્રિત થઈ જશે. તેમના નામ કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન, તાન્ઝાનિયા અને ફિલિપાઇન્સ છે.