સાક્ષીની હત્યા મુદ્દે રાજકારણ ગરમાયું, પરિવારજનોને મળ્યા હંસરાજ હંસ, ભાજપે કહ્યુ- આ લવ જેહાદ

|

May 30, 2023 | 2:54 PM

પીડિતાના પરિવારને મળ્યા બાદ હંસરાજ હંસએ એક લાખની આર્થિક સહાય કરી હોવાનું જણાવ્યું હતું. તો બીજી બાજુ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે, પીડિત પરિવારને રૂપિયા 10 લાખની સહાયની જાહેરાત કરી છે.

સાક્ષીની હત્યા મુદ્દે રાજકારણ ગરમાયું, પરિવારજનોને મળ્યા હંસરાજ હંસ, ભાજપે કહ્યુ- આ લવ જેહાદ
BJP MP Hans Raj Hans

Follow us on

દિલ્હીના શાહબાદમાં ખુલ્લેઆમ એક સગીરની હત્યાને લઈને રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ સાક્ષીની હત્યાને લવ જેહાદ ગણાવ્યું છે. દરમિયાન, આજે મંગળવારે (30 મે, 2023), ભાજપના લોકસભા સાંસદ હંસરાજ હંસ પીડિત પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને આર્થિક મદદ પણ કરી છે અને કહ્યું છે કે તે પરિવારને ન્યાય અપાવવામાં પણ મદદ કરશે.

હંસરાજ હંસે સાક્ષીના પરિવારને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. પીડિતાના પરિવારને મળ્યા બાદ હંસરાજ હંસે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “અમે તેની જગ્યાને તો ભરપાઈ કરી શકતા નથી, પરંતુ અમે આર્થિક મદદ કરીશું. આ એક નાનો ચેક છે. બતાવવો તો ના જોઈએ પણ તમે બોલો છો એટલે બતાવી દઈએ. જ્યારે સાક્ષીની માતાએ ફરી એકવાર ગુનેગારને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...


બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટી અને બીજેપી સામસામે આવી ગયા છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને લવ જેહાદ ગણાવી છે. ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એક નિવેદનમાં કહ્યું કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ.

સચદેવાએ કહ્યું કે, શાહબાદમાં સાહિલ સરફરાઝ દ્વારા હિંદુ યુવતીની ક્રૂર હત્યાએ ફરી એકવાર બતાવ્યું છે કે દિલ્હીમાં લવ જેહાદ ફરી વળ્યો છે. તેણે કહ્યું, “સાહિલ સરફરાઝના હાથ પર બાંધેલી લાલ બ્રેસલેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે લવ જેહાદ ગેંગનો સભ્ય છે. જે સુનિયોજિત રીતે કામ કરી રહી છે.” સચદેવાએ કેજરીવાલ પર રાજકીય તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીજેપી નેતા કપિલ મિશ્રાએ હત્યાની તુલના શ્રદ્ધા વાલ્કર કેસ સાથે કરી છે. તેમણે કહ્યું, “આ દર્દનાક હત્યા દિલ્હીમાં થઈ છે. શ્રદ્ધાને હજુ ન્યાય મળ્યો નથી. ન જાણે હજુ કેટલી શ્રદ્ધા આવી ક્રૂરતાનો શિકાર થશે.


બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને દશ લાખની સહાય કરવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે  લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર નિશાન સાધ્યું અને ટ્વીટમાં કહ્યું, “દિલ્હીમાં એક સગીર છોકરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ગુનેગારો નિર્ભય બની ગયા છે. પોલીસનો કોઈ ડર નથી. એલજી સાહેબ, કાયદો અને વ્યવસ્થા તમારી જવાબદારી છે, કંઈક કરો.”

Published On - 2:52 pm, Tue, 30 May 23

Next Article