કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીના અવસર પર શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ સીએમ પર પથ્થરમારો કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે આ પહેલી ઘટના નથી કે હિન્દુઓના ધાર્મિક સરઘસ પર હિંસક હુમલો થયો હોય.
રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડામાં કેટલાક હિંસક ઘટના બની હતી જેને લઈને કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો કે લક્ષ્મી પૂજામાં પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીની સરકાર હિંદુઓની સુરક્ષા કરવામાં સક્ષમ નથી. તેમણે કહ્યું કે સીએમ મમતાએ સજા આપવાને બદલે તેમણે સરઘસના હુમલાખોરોને બચાવવાનું કામ કર્યું છે.
#WATCH | Stone pelting happened during Ram Navami's procession in Howrah. Mamata Bandopadhyay (Banerjee) gave a clean chit to stone pelters. The question is how long will Mamata Bandopadhyay keep attacking the Hindu community…: Union Minister Smriti Irani pic.twitter.com/mg6wp8uCgy
— ANI (@ANI) March 31, 2023
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “ન્યાય આપવાને બદલે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાયદો પોતાના હાથમાં લેનારા અને રામ નવમીના અવસર પર કાઢવામાં આવેલા શોભાયાત્રા પર હુમલો કરનારાઓનો બચાવ કર્યો.”
મુખ્યમંત્રી બેનર્જીએ શુક્રવારે દાવો કર્યો હતો કે રામ નવમી પર હાવડામાં થયેલી હિંસા માટે ભાજપ અને અન્ય જમણેરી સંગઠનો જવાબદાર છે. તેમણે લોકોને વિસ્તારમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: Breaking news: પ.બંગાળના હાવડામાં રામનવમીના બીજા દિવસે પણ પથ્થરમારો, લોકોમાં ભયનો માહોલ
મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમ મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું હતું કે રામ નવમી અને તેના બીજા દિવસે હાવડામાં થયેલી હિંસા માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. આ સાથે તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી.
જો કે 31 માર્ચ (પીટીઆઈ) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા અને તેમના પર પથ્થરમારો કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો.
હકીકતમાં ગુરુવારે દેશના બંગાળ, બિહાર અને ગુજરાતમાં રામનવમી પર હિંસા થઈ હતી. બીજા દિવસે શુક્રવારે અનેક વિસ્તારોમાં હિંસા થઈ હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંસક ઘટનાઓને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.