POLIO CAMPAIGN: કોવીડ(COVID) જેવી મહામારી સામે લડત લડવા સૌથી મોટા રસીકરણનો પ્રારંભ કર્યા હતો. આ વચ્ચે ભારતમાં 31 જાન્યુઆરીથી રાષ્ટ્રીય પોલિયો પ્રતિરક્ષણ કાર્યક્રમ શરૂ થશે. આ વર્ષે પોલિયો અભિયાન 17 જાન્યુઆરીથી શરૂ થવાનું હતું પરંતુ હવે 31 જાન્યુઆરીથી શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનથી 11:45 વાગ્યે બાળકોને પોલીયાના ટીપા પીવડાવી રાષ્ટ્રીય રસીકરણનો પ્રારંભ(NATIONAL POLIO CAMPAIGN) કરશે.
રાષ્ટ્રીય રસીકરણને લઈને વાત કરવામાં આવે તો પોલિયાના ટીપા 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમ 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. પોલિયો રવિવાર અથવા તો આ રસીકરણ અભિયાન જયારથી શરૂ થશે તે દીવસથી રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
1995 માં વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ પછી ભારતે પલ્સ પોલિયો પ્રતિરક્ષણ પ્રોગ્રામ શરૂ કર્યો. પોલિયો રસીકરણ અભિયાન વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે શરૂઆતનાં મહિનાઓમાં જ રસકરણ કરવામાં આવે છે.
હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે આ વચ્ચે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેથી વરિષ્ઠ નાગરિકોએ બાળકોને પોલીયાના ટીપા પીવડાવવા ના લઇ જવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કરતા પહેલા આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ ઇનોક્યુલેશન કાર્યક્રમ સાથે કોઈ ફેરફાર કરવામાં ન આવે. જો કે, કોરોના રસીકરણની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: TV ACTRESSએ વિલનનો રોલ નિભાવીને મેળવી હતી પ્રસિદ્ધિ, આજે પણ કરવામાં આવે છે યાદ