RAJSTHAN : રાજસ્થાનના મેવાડ વિસ્તારના ખાખી વર્દીનું પ્રશંસનીય કામ સામે આવ્યું છે. અહીં પોલીસકર્મીઓએ તેમના સ્વર્ગસ્થ સાથીની બંને દીકરીઓને 2.12 લાખ રૂપિયા કન્યાદાનમાં આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને દીકરીઓના લગ્નના 6 દિવસ પહેલા જ તેમના પિતા હેડ કોન્સ્ટેબલ માંગીલાલ કેન્સરની લડાઈમાં હારી ગયા હતા.
28 નવેમ્બર રવિવારે હેડ કોન્સ્ટેબલની બે દીકરીઓના લગ્ન હતા. દીકરીઓના લગ્નના 6 દિવસ પહેલા તેમના પિતા હેડ કોન્સ્ટેબલ કેન્સર સામેની લડાઈ હારી ગયા. લગ્ન પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં હેડ કોન્સ્ટેબલ માંગીલાલમાં સાથીઓએ 2 લાખ 121 રૂપિયા ભેગા કર્યા અને દીકરીઓને દાનમાં આપ્યા. આ જોઈને બંને બહેનો ચોધાર આંસુએ રડી પડી.
સ્વર્ગસ્થ સહકર્મીની દીકરીઓને આશીર્વાદ આપ્યા
માંગીલાલ સરગરા કાંકરોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. તેમની પુત્રી મમતા અને કવિતાના લગ્ન 28 નવેમ્બરના રોજ નક્કી થયા હતા. આખો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. પરંતુ કેન્સર પીડિત માંગીલાલ પુત્રીઓના લગ્નના 6 દિવસ પહેલા મૃત્યુ પામ્યા હતા. પરિવારની ખુશીઓ પળવારમાં ડૂબી ગઈ હતી. 28 નવેમ્બરના રોજ, પુત્રીઓ મમતા અને કવિતાએ દેસુરીમાં એક સાદા સમારંભમાં લગ્નના ફેરા ફર્યા.
આ દરમિયાન કાંકરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે હેડ કોન્સ્ટેબલના પરિવારની ખુશીઓ પરત કરવાનો પ્લાન બનાવ્યો હતો. કાંકરોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર જસવંત સિંહ, કોન્સ્ટેબલ દિનેશ કુમાર, અરવિંદ કુમાર, જીત રામ અને લીલા દેવી લગ્નમાં પહોંચ્યા હતા. તેઓએ ભેગા થઈને એકઠા કરેલા 2 લાખ 121 રૂપિયાનું દાન આપીને આશીર્વાદ આપ્યા હતા.
લગ્ન સમારોહમાં સ્વર્ગસ્થ સહકર્મી માટે પોલીસકર્મીઓનું યોગદાન જોઈને સૌની આંખોમાં આંસુ આવી ગયા. સૌએ પોલીસ કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી. સમારંભમાં આવેલા એક વ્યક્તિએ કહ્યું કે પોલીસ કર્મચારીઓનું આ દાન યાદ રાખવા જેવું છે.
માંગીલાલનું 23 નવેમ્બરના રોજ અવસાન થયું હતું
કાંકરોલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું કે માંગીલાલ સરગરા મોઢાના કેન્સરને કારણે ફેબ્રુઆરીથી રજા પર જતા હતા. પોલીસ સ્ટેશનના સ્ટાફે દીકરીના લગ્ન માટે દાન આપીને ફરજ બજાવી છે. તેમણે જણાવ્યું કે કાંકરોલી પોલીસ સ્ટેશનમાં લગભગ 45 લોકોનો સ્ટાફ છે. માંગીલાલની દીકરીઓના લગ્નમાં તેમને કન્યાદાન કરવું જોઈએ તે અંગે સૌએ સંમતિ આપી. આ માટે કોઈના પર દબાણ ન હતું. પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓએ પોતપોતાની શક્તિ મુજબ ફાળો આપી 2 લાખ 121 રૂપિયા એકઠા કર્યા હતા.
આ પણ વાંચો : કોલસો કાઢવાની ક્ષમતા વધારવા માટે કોલ ઇન્ડિયા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 19,650 કરોડનું રોકાણ કરશે