PM Modi: મહારાષ્ટ્ર કેરળ સહિત 6 રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની આજે બેઠક, કોરોનાની સ્થિતિ પર ચર્ચા

|

Jul 16, 2021 | 9:17 AM

PM Narendra Modi Interaction with CMs: વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનાં મુખ્યપ્રધાન સાથે બેસીને વાત કરશે

PM Modi: મહારાષ્ટ્ર કેરળ સહિત 6 રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની આજે બેઠક, કોરોનાની સ્થિતિ પર ચર્ચા
PM Narendra Modi to interact virtually with chief ministers of six states to review Covid situation today

Follow us on

PM Modi: દેશમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ખતરાને લઈ લોકોમાં બીકનો માહોલ હજુ પણ બનેલો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનાં મુખ્યપ્રધાન સાથે બેસીને વાત કરશે. આ દરમિયાન પી એમ મોદી કોરોનાની સ્થિતિ વિશે માહિતિ પણ મેળવશે કે જે સવારે 11 કલાકથી શરૂ થશે.

આ પહેલા મંગળવારે પી એમ મોદીએ કોરોનાની સ્થિતિને લઈ પૂર્વોત્તરનાં રાજ્યનાં મુખ્યમંત્રિયો સાથે વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન પી એમ મોદીએ જણાવ્યું હતું કે બરાબર છે કે કોરોનાને લઈને પ્રવાસન, વેપાર-ધંધા ઘણા પ્રભાવિત થયા પરંતુ હિલ સ્ટેશન, માર્કેટમાં વગર માસ્કે ફરવું, મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવી યોગ્ય નથી. આ બેઠકમાં આસામ, નગાલેન્ડ. ત્રિપૂરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરૂણાચલપ્રદેશ, મ્જેરમનાં મુખ્યપ્રધાન સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને અન્ય લોકો સામેલ થયા હતા.

ત્રીજી લહેર તરફ દેશ આગળ વધી રહ્યો છે

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દુનિયાભરમાં અનેક હિસ્સામાં કોરોના વાયરસ (Coronavirus)ની ત્રીજી લહેરે (Third Wave) દસ્તક દઈ દીધી છે. ભારત પણ હવે ધીરે ધીરે તે તરફ આગળ વધી રહ્યું છે. આવને લઈને સરકાર સતત ચેતવણી આપી રહી છે. રાજ્ય સરકાર પણ દરેક રીતે તૈયારીમાં જોડાયેલી છે, તેને લઈને આજે પી એમ મોદી મહારાષ્ટ્ર, કેરળ અને અન્ય રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે બેઠક કરીને સ્થિતિને તાગ મેળવશે.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં 41806 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા બાદ કુલ કોરોનાનાં કેસની સંખ્યા વધીને 3,09,87,880 પર પહોચી ગઈ છે. જ્યારેકે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 4,32,041 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગનાં આંકડા પ્રમાણે 581 લોકોનાં મોત થયા છે અને તે સાથે જ દેશમાં મોતનો આંકડો વધીને 4,11,989 થઈ ગયો છે.

 

Next Article