વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તમિલનાડુમાં (Tamil Nadu) 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ, ચેન્નાઈના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી 12 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપશે. આ અંગેની માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંદાજિત 4000 કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવી રહી છે. તેમાંથી લગભગ 2145 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીની રકમ તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવી છે.
પીએમ મોદી બુધવારે તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. છેલ્લા 7 વર્ષમાં MBBSની બેઠકોમાં 79.6 ટકાનો વધારો થયો છે, PGની બેઠકોમાં 80.7%નો વધારો થયો છે અને દેશમાં મેડિકલની કુલ બેઠકોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. મેડિકલ કોલેજોની સંખ્યા 387 થી વધીને 596 થઈ છે.
PM Narendra Modi will inaugurate 11 new government medical colleges across Tamil Nadu and the new campus of Central Institute of Classical Tamil, Chennai, on 12th January, video conferencing: PMO
(file photo) pic.twitter.com/M9JSXl8Htj
— ANI (@ANI) January 10, 2022
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. આ મીટિંગ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે. મંગળવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ ભાગોમાં નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
અગાઉ રવિવારે, વડાપ્રધાને દેશમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ, આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને પુરવઠા પ્રણાલીની ચાલી રહેલી તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમિક્રોન અને જાહેર આરોગ્ય પર અસરની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ દરમિયાન, તેમણે જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડ પર પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે રાજ્યોની સ્થિતિ, તૈયારી અને જાહેર આરોગ્ય સુવિધાઓ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે.
કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે દેશમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને સાવચેતીના પગલા તરીકે રસીના બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ થયું છે.
આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી