PM MODIએ ઊંઝાના MLA આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

Ashaben Patel passes away : વડાપ્રધાન મોદીએ લખ્યું, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

PM MODIએ ઊંઝાના MLA આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
PM Narendra Modi paid tributes to Unjha MLA Ashaben Patel
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:20 PM

DELHI : ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો વડાપ્રધાન મોદીએ પણ આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

વડપ્રધાન મોદીએ એક ટ્વીટમાં લખ્યું –
“ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી..”

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કરતા લખ્યું –
“મધ્યાહને સુરજ આથમ્યો …..નાની ઉમરે લડાયક અને જાગૃત જન પ્રતિનિધિ તરીકે હરહંમેશ પ્રજાની પડખે રહેનાર ડૉ. આશાબેન પટેલના અવસાનથી ઊંડા શોકની લાગણી અને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છું.”

તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લખ્યું –
“ઊંઝા ધારાસભ્યશ્રી અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર અમારા સાથી અને સહયોગી અને મહિલા અગ્રણી ડૉ. આશાબેન પટેલના દુઃખદ અવસાનથી અમે સર્વ આઘાતની લાગણી અનુભવીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન કરે એ જ અભ્યર્થના…”

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી