PM Narendra Modi live in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર લગાડ્યો ચોરીનો આરોપ, ધ્વજથી લઈ ગાંધી અટક સુધી ચોરી લેવામાં આવ્યું, આ INDIA ગઠબંધન નથી ઘમંડિયા ગઠબંધન છે

|

Aug 10, 2023 | 6:38 PM

આ ઈન્ડિયા ગઠબંધન નથી ઘંમડિયા ગઠબંધન છે. તેમની જાનમાં સૌને વરરાજા બનવું છે. બધાને વડાપ્રધાન બનવું છે. બહારથી તો પોતાનું લેબર બદલી નાખશે પરંતુ જૂના પાપનું શુ થશે. જનતા પાસે તમારુ પાપ કેવી રીતે છુપાવશો.તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

PM Narendra Modi live in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર લગાડ્યો ચોરીનો આરોપ, ધ્વજથી લઈ ગાંધી અટક સુધી ચોરી લેવામાં આવ્યું, આ INDIA ગઠબંધન નથી ઘમંડિયા ગઠબંધન છે

Follow us on

પોતાના સંબોધનમાં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે હું તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. થોડા દિવસો પહેલા તેમણે બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કર્યા હતા. ક્રિયા કરી. લોકતાંત્રિક વ્યવહાર પ્રમાણે મારે તમારા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈતી હતી.

ગૃહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષ ભારતની ક્ષમતામાં વિશ્વાસ નથી રાખતો. તેમને ભારતના લોકો પર વિશ્વાસ નથી. પરંતુ હું કહેવા માંગુ છું કે આ દેશના લોકોમાં પણ કોંગ્રેસ પ્રત્યે ઊંડો અવિશ્વાસ છે. કોંગ્રેસ અભિમાનમાં એટલી હદે ચકચૂર થઈ ગઈ છે કે તે જમીન જોઈ શકતી નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકો લાલ અને લીલા મરચામાં ભેદ કરી શકતા નથી. જેને માત્ર નામનો સહારો હોય તે માટે કહેવાયું હતું કે રણધીર નામના યુદ્ધમાંથી ભાગ્યા, ભાગ્યચંદની નિયતિ આજ સુધી સુતી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે, નામને લઈને તેમના ચશ્મા આજકાલના નથી. દશક જૂના છે. નામ બદલીને દેશ પર રાજ કરશે તેમ લાગે છે. ગરીબોને ચારેબાજુ નામ આવે છે પરંતુ તેમનુ કામ નથી. હોસ્પિટલમાં નામ છે પણ કામ નથી. રસ્તા પર નામ છે પણ કામ નથી. ખેલ પુરસ્કાર, એરપોર્ટ, મ્યુઝ્યિમ પર તેમનુ નામ છે. તેના થકી હજાર કરોડના ભ્રષ્ટાચાર કર્યા.

કોંગ્રેસ ચૂંટણી ચિન્હ પણ અન્ય લોકો પાસેથી મેળવ્યું છે. પોતાની ખામીને ઢાંકવા માટે ચૂંટણી ચિન્હ ચોરી લીધુ આમ છતા જે બદલાવ આવ્યો તેમા પાર્ટીનું અભિમાન જ દેખાય છે. 2014થી તે કેવી રીતે ખોરવાઈ ગઈ છે. 1920માં નવો ધ્વજ મળ્યો તો તેને પણ આ લોકોએ ચોરી લીધો. ગાંધી નામ પણ ચોરી લીધુ

આ ઈન્ડિયા ગઠબંધન નથી ઘંમડિયા ગઠબંધન છે. તેમની જાનમાં સૌને વરરાજા બનવું છે. બધાને વડાપ્રધાન બનવું છે. બહારથી તો પોતાનું લેબર બદલી નાખશે પરંતુ જૂના પાપનું શુ થશે. જનતા પાસે તમારુ પાપ કેવી રીતે છુપાવશો.તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પરિવારવાદની રાજનિતીનો મહાત્મા ગાંધી. સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદે વિરોધ કર્યો હતો. કોંગ્રેસને હંમેશા એ વાત પસંદ ના આવી. અમે હંમેશા પરિવારવાદનો વિરોધ કરનારા સામે કેવી રીતે નફરત કરાઈ છે. કોંગ્રેસમાં દરબારી ના બનો ત્યા સુધી તેમનુ ભવિષ્ય નથી. આ પ્રથાનો અનેકનો ભોગ લીધો છે.

ડો. આંબેડકર, બાબુ જગજીવનરામ, મોરારજી દેસાઈ, ચરણસિંહ, ચંદ્રશેખર સહીતના અનેક લોકોને દરબાર વાદને કારણે તબાહ કરી દીધા છે. જેઓ દરબાર વાદને તાબે ના થયા તેમના પોટ્રેટ લોકસભાના સેન્ટ્રલ હોલમાં ના લગાવ્યા.

Next Article