લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો ‘મોદી મંત્ર’, સાંસદોના કામની થશે સમીક્ષા

|

Jun 29, 2023 | 1:18 PM

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મંત્રાલયમાં પ્રગતિશીલ અને રચનાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નીતિ સાથે આગળ વધવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી એક્શનમાં, મંત્રીઓને આપ્યો મોદી મંત્ર, સાંસદોના કામની થશે સમીક્ષા
PM Narendra Modi

Follow us on

Lok Sabha Election 2024: કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા સાથે જ ભાજપ સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તે મૂજબ જ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ મંત્રીઓને તેમના વિસ્તારમાં ગરીબ, શોષિત અને વંચિત વર્ગો પર વિશેષ ધ્યાન આપવાની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજનાઓ બનાવવાની સૂચના આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં મીટીંગો અને સેમિનાર યોજવાની પણ સૂચના આપી છે.

ભાજપ હવે સંપૂર્ણપણે ઈલેકશન મોડમાં આવી ગયું છે

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને મંત્રાલયમાં પ્રગતિશીલ અને રચનાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આ નીતિ સાથે આગળ વધવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ભાજપ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયું છે, જેનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં પીએમ મોદી એક્શન મોડમાં છે.

સાંસદોને નમો એપમાં કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું

મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર પાર્ટી ખૂબ જ સક્રિય છે. ભાજપ દ્વારા શરૂ કરાયેલ જનસંપર્ક અભિયાનમાં સાંસદોની ભાગીદારી અંગે હવે સમીક્ષા બેઠક યોજાશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ વિષય પર ભાજપના સાંસદો સાથે બેઠક કરી શકે છે, આ બેઠક 4 જુલાઈએ યોજાશે. તમામ સાંસદોને નમો એપમાં તેમના અભિયાન અને કામ વિશેની માહિતી અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ 2024ની લોકસભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને પણ અસર કરી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Lok Sabha Elections: ભાજપનો 2024નો મેગા પ્લાન તૈયાર! પહેલીવાર બદલાઈ રણનીતિ, જાણો શું છે

પીએમ મોદીએ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ સાથે બેઠક કરી

વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં છે અને સતત મીટિંગો કરી રહ્યા છે. બુધવારે પણ પીએમ મોદીએ પીએમ નિવાસસ્થાને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ અને અન્ય નેતાઓ સામેલ થયા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article