Sudan Violence પર PM નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત

|

Apr 21, 2023 | 3:16 PM

Sudan Violence: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુદાન હિંસા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. છેલ્લા ઘણા દિવસોથી સુદાનમાં હિંસા ચાલી રહી છે. પીએમ મોદી અહીં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત છે. સુદાન હિંસામાં એક ભારતીયનું મોત પણ થયું છે.

Sudan Violence પર PM નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત

Follow us on

Indian Living In Sudan: સુદાનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિંસામાં એક ભારતીયનું પણ ગોળી લાગવાથી મોત થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત છે. આજે વડાપ્રધાને આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા છે. વિદેશ મંત્રી ન્યૂયોર્કમાં ભારતીયોની સુરક્ષાને લઈને સંયુક્ત રાષ્ટ્રના વડાને પણ મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

1. વિદેશ સચિવ, સંરક્ષણ સચિવ, CPV અને OIA સચિવ, એર ચીફ માર્શલ, DS PMO વિપિન કુમાર, રિયાધમાં ભારતીય રાજદૂત, નૌકાદળના વડાએ વડાપ્રધાનની બેઠકમાં હાજરી આપી હતી. પીએમ મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી છે.

2. વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસની મુલાકાતે છે. તે ગયાના, પનામા, કોલંબિયા અને પછી ડોમિનિકા રિપબ્લિક જશે. સુદાન હિંસાને ધ્યાનમાં રાખીને તેઓ ન્યૂયોર્ક પણ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભારતીયોની સુરક્ષાને લઈને સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

3. હિંસાગ્રસ્ત સુદાનમાં ઓછામાં ઓછા 4000 ભારતીયો છે. ખાર્તુમમાં ભારતીય દૂતાવાસના આંકડા અનુસાર, 1500 ભારતીયો ત્યાં લાંબા સમયથી રહે છે. યુએન ચીફ સાથે વિદેશ મંત્રીની મુલાકાત બાદ સ્પષ્ટ છે કે ભારત ત્યાંથી ભારતીયો માટે બચાવ યોજના બનાવી શકે છે.

4. વિદેશ મંત્રીએ કહ્યું કે સુદાનમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને આ જ કારણ છે કે ભારતને હિંસાને લઇને ચિંતા છે. સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધવિરામ ઇચ્છે છે. કારણ કે જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય અને કોરિડોર સ્થાપિત ન થાય ત્યાં સુધી ત્યાંથી લોકોને બહાર કાઢવા મુશ્કેલ છે.

આ પણ વાંચો : Pakistan ની મજબૂરી કે બીજુ કાંઈ, 12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતમાં મુકશે પગ

6. જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને જનરલ મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળની રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે 14 એપ્રિલે સુદાનમાં હિંસા ફાટી નીકળી હતી. સુદાનમાં 2021ના તખ્તાપલટ પછી બંનેએ સાથે મળીને અહીં સૈન્ય સરકાર ચલાવવાનું નક્કી કર્યું, પરંતુ મતભેદોને કારણે સરકાર પડી ગઈ અને હિંસા શરૂ થઈ.

7. સંયુક્ત રાષ્ટ્રના ચીફ ગુટેરેસે પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હિંસા શહેરી વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે, જે ખતરનાક છે. જેના કારણે શહેરીજનો, બાળકોને શાળા અને હોસ્પિટલોમાં આશરો લેવો પડે છે. યુએનના વડાએ કહ્યું કે હિંસાને કારણે અહીંથી લોકોને બહાર કાઢવું ​​અશક્ય છે.

8. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, લડાઈમાં 330 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 3,200 ઘાયલ થયા છે. બાળકો માટે કામ કરતી યુએન એજન્સી યુનિસેફે કહ્યું કે હિંસામાં ઓછામાં ઓછા નવ બાળકો માર્યા ગયા છે અને 50થી વધુ બાળકો ઘાયલ થયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                    આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article