વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડતી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેન કેરળના 11 જિલ્લાઓમાંથી પસાર થશે જેમ કે તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ.
#WATCH | Kerala: PM Narendra Modi along with Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and MP Shashi Tharoor arrives at Thiruvananthapuram Central railway station where he will be flagging off the Vande Bharat Express train. pic.twitter.com/i5eVgSSrl2
— ANI (@ANI) April 25, 2023
આ સિવાય પીએમ મોદી કોચી વોટર મેટ્રોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સહિત કેરળમાં રૂ. 3,200 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. આ વોટર મેટ્રો કોચીની આસપાસના 10 ટાપુઓને બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક બોટ દ્વારા શહેર સાથે જોડશે. પીએમ મોદી તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ પણ કરશે.
તિરુવનંતપુરમ એરપોર્ટ પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી રેલવે સ્ટેશન સુધીની તેમની સફર એક રોડ શો જેવી હતી, કારણ કે હજારો લોકો તેમના સ્વાગત માટે કલાકો અગાઉથી રસ્તાઓ પર લાઇનમાં ઉભા હતા. લોકોએ તેમના કાફલા પર ફૂલોની વર્ષા પણ કરી હતી.
PM @narendramodi landed in Thiruvananthapuram a short while ago. He was welcomed by @KeralaGovernor Shri Arif Mohammed Khan, CM Shri @pinarayivijayan, Union Minister Shri @AshwiniVaishnaw and Lok Sabha MP Shri @ShashiTharoor. pic.twitter.com/vIEU89n48S
— PMO India (@PMOIndia) April 25, 2023
#WATCH | Kerala: PM Narendra Modi greets people as he arrives in the state capital Thiruvananthapuram. He will today flag off the Vande Bharat Express train at Thiruvananthapuram Central railway station. pic.twitter.com/2jnbC1EtUw
— ANI (@ANI) April 25, 2023
PM મોદીએ સવારે 10.30 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતા પહેલા તેમણે ટ્રેનના કોચની અંદર સ્કૂલના બાળકોના જૂથ સાથે વાતચીત કરી હતી. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પણ ટ્રેનની અંદર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદી સાથે હાજર હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:39 am, Tue, 25 April 23