PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’

|

Nov 04, 2021 | 9:18 AM

આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે
PM Narendra Modi (File Photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને દિવાળી (Diwali) ની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

પીએમ મોદી દર વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવે છે
વર્ષ 2020માં મોદીએ રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે જ સમયે, વર્ષ 2019 માં, નરેન્દ્ર મોદીએ એલઓસી પર સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી. અને આ વખતે પણ તેઓ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે.

આ પછી PM મોદી 5 નવેમ્બર એટલે કે દિવાળીના બીજા દિવસે શુક્રવારે કેદારનાથ જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ પણ કરશે. પીએમ મોદી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું પણ અનાવરણ કરશે, જેમને હિંદુ ધર્મને પુનર્જીવિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

મોદી સરકારે સામાન્ય લોકોને રાહત આપી
ત્યારે દિવાળીના દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. ઓઈલના રેકોર્ડ ઊંચા ભાવ વચ્ચે 3 વર્ષમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં આ પ્રથમ ઘટાડો છે.

સરકારના આ નિર્ણયને કારણે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 6.07 રૂપિયા અને 11.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે.

આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે (President Ramnath Koivnd) પણ ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી, ટ્વિટમાં તેઓ લખે છે કે ‘હું દિવાળીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. દિવાળી એ અનિષ્ટ પર સારાની જીત અને અંધકાર પર પ્રકાશનો તહેવાર છે. આવો આપણે સૌ સાથે મળીને આ તહેવારને સ્વચ્છ અને સલામત રીતે ઉજવીએ અને પર્યાવરણના રક્ષણમાં ફાળો આપીએ.’

આ પણ વાંચો: Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો: T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

Published On - 9:17 am, Thu, 4 November 21

Next Article