PM CARES for Children Scheme : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદી આજે કરશે આર્થિક મદદ, સ્કોલરશિપ પણ આપશે

|

May 30, 2022 | 8:26 AM

PM CARES for Children : પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ, કોરોનાકાળમાં અનાથ થયેલા દરેક પીડિત બાળકને રૂપિયા 10 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે.

PM CARES for Children Scheme : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને PM મોદી આજે કરશે આર્થિક મદદ, સ્કોલરશિપ પણ આપશે
PM Narendra Modi ( File photo)

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સોમવારે કોરોના રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકોને PM Cares for Children હેઠળ નાણાકીય સહાય જાહેર કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે (Ministry of Women and Child Development) જણાવ્યું કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાભાર્થી બાળકો તેમના પાલક માતા-પિતા અને સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે હાજર રહેશે. સરકારે ગયા વર્ષે 29 મેના રોજ PM Cares for Children યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, 11 માર્ચ, 2020 થી 28 ફેબ્રુઆરી, 2022 વચ્ચે કોરોના રોગચાળાને કારણે તેમના માતાપિતા, કાનૂની વાલી, દત્તક માતાપિતા અથવા માતાપિતામાંથી એકને ગુમાવનારા બાળકોને નાણાકીય સહાય આપવામાં આવે છે.

20 હજારની શિષ્યવૃત્તિ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ અર્પણ કરશે. આ અંતર્ગત દરેક બાળકને 20 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ ઉપરાંત આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન પાસબુક અને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ, સરકારને 23 રાજ્યોના 611 જિલ્લામાંથી 9,042 અરજીઓ મળી હતી. તેમાંથી 31 રાજ્યોના 557 જિલ્લાઓમાં 4,345 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. બાળકોના ખાવા-પીવાથી લઈને તેમના ભણતર સુધીનું ધ્યાન સરકાર લે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દરેક પીડિત બાળકને 10 લાખની સહાય

આ યોજના હેઠળ દરેક પીડિત બાળકને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. બાળકોને આ રકમ 23 વર્ષની ઉંમર થવા પર મળશે. આ ઉપરાંત સરકાર અનાથ બાળકોના શિક્ષણની સાથેસાથે તેમના રહેવાની વ્યવસ્થા પણ કરે છે. સરકાર આવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન આપશે. દરેક બાળકને 5 લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવ્યું છે.

Next Article