વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 11 ઓક્ટોબર એટલે કે મંગળવારે ઉજ્જૈનના (Ujjain) મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે, જો કે બાબા મહાકાલના ભક્તોએ આ દુનિયાની ભવ્યતા જોવા માટે હજુ બે દિવસ રાહ જોવી પડશે. સામાન્ય લોકો માટે તે 14 ઓક્ટોબરે ખુલ્લુ મુકાશે. આ વિલંબનું કારણ ડેકોરેશનની વસ્તુઓને દૂર કરવામાં અને જરૂરી તૈયારીઓ કરવામાં લાગતો સમય હોવાનું જાણવા મળ્યુ છે. શનિવારે વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં મહાકાલ લોકને સામાન્ય ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવાયો હતો.
11 ઓક્ટોબરે ઉદઘાટન દરમિયાન ઈન્દોર-ઉજ્જૈન રોડને ટોલ ફ્રી બનાવવામાં આવશે તેવી પણ માહિતી પણ આપવામાં આવી હતી. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર મહાકાલ કોરિડોરના ઉદ્ઘાટન માટે ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. ઉદઘાટન પછી સજાવટની આ સામગ્રીને દુર કરવાની કામગીરી પણ રહે છે. વહીવટી તંત્રને આ માટે ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગશે. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સામગ્રીને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે નહીં.
બેઠકમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહે 11 ઓક્ટોબરે વડાપ્રધાનના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ભગવાન મહાકાલેશ્વરની પૂજા સાથે માતા શિપ્રા નદીની પૂજાનો કાર્યક્રમ ઉમેરવાની સલાહ આપી હતી. આ સાથે 11 ઓક્ટોબરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંતોના અન્નકૂટ માટે સ્થળની પસંદગી અને તેમના સન્માન કાર્યક્રમ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મંત્રી ભૂપેન્દ્રસિંહે તમામ કાર્યક્રમો યોગ્ય અને સફળતાપૂર્વક કરવા માટે નોડલ ઓફિસર બનાવવા સૂચનાઓ આપી હતી. તેમણે ધારાસભ્ય પારસ જૈનના નેતૃત્વમાં આ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં, તેમને મીડિયા માટે જગ્યા નક્કી કરવા અને મીડિયા કર્મચારીઓ માટે અલગ ગેલેરી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. બીજી તરફ આ પ્રસંગ પહેલા ઉજ્જૈનના રસ્તાઓને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યા છે. દિવાલો પર પૌરાણિક કથા આધારિત વોલ પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પર ભગવા ઝંડા અને એલઈડી લગાવવામાં આવ્યા છે.
વડાપ્રધાનની મુલાકાત માટે ઈન્દોર-ઉજ્જૈનના 50 કિલોમીટર લાંબા રૂટને એમપી પશ્ચિમ વિદ્યુત વિત્રાન કંપની દ્વારા 600 પોલ લગાવીને રોશની કરવામાં આવ્યો છે. આ માટે 200 કર્મચારીઓની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. ઈન્દોર જિલ્લાની સીમામાં 400 અને ઉજ્જૈન જિલ્લાની સીમામાં 200 પોલ લગાવવામાં આવ્યા છે.
Published On - 10:51 am, Sun, 9 October 22