PM Modi UP Visit: PM મોદી આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 14 હજાર 850 કરોડ રૂપિયાનાં ખર્ચે 296 કિમી લાંબો ફોર લેન હાઇવેનું કાર્ય પૂર્ણ

PM મોદીએ 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ વે(Bundelkhand Expressway)નો શિલાન્યાસ કર્યો હતો. આ એક્સપ્રેસ-વેનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેઓ તેનું ઉદ્ઘાટન કરવા પહોંચી રહ્યા છે.

PM Modi UP Visit: PM મોદી આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 14 હજાર 850 કરોડ રૂપિયાનાં ખર્ચે 296 કિમી લાંબો ફોર લેન હાઇવેનું કાર્ય પૂર્ણ
PM Modi to inaugurate Bundelkhand Expressway
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jul 16, 2022 | 7:16 AM

PM Modi UP Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi UP Visit) આજે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું(Bundelkhand Expressway) ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. PM મોદીએ 29 ફેબ્રુઆરી, 2020 ના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. આ એક્સપ્રેસ-વેનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેઓ તેનું ઉદ્ઘાટન કરવા પહોંચી રહ્યા છે.296 કિમી લાંબો બુંદેલખંડ એક્સપ્રેસ વે માત્ર મુસાફરીમાં ઘટાડો નહીં કરે પરંતુ વિસ્તારની તસવીર પણ બદલી નાખશે. ગ્રામજનોનું કહેવું છે કે તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ એક્સપ્રેસ વેનું નિર્માણ લગભગ 14,850 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.

વાસ્તવમાં, PM મોદી આજે લગભગ 11.30 વાગ્યે જલોન જિલ્લાના ઓરાઈ તાલુકાના કથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બુંદેલખંડ એક્સપ્રેસ વે આ ક્ષેત્રની કનેક્ટિવિટી સુધરશે તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. બાંદા અને જાલૌન જિલ્લામાં એક્સપ્રેસવે નજીક ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

બુંદેલખંડ એક્સપ્રેસ વે અહીંથી પસાર થશે

બુંદેલખંડ એક્સપ્રેસ વે 296 કિલોમીટર લાંબો છે. તે ચિત્રકૂટ જિલ્લાના ભરતકુપ નજીકના ગોંડા ગામમાં NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ સુધી ફેલાયેલું છે. અહીં આ હાઇવે આગરા-લખનૌ એક્સપ્રેસ વે સાથે ભળી જાય છે. આ એક્સપ્રેસ વે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે જેમ કે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવાનો સમાવેશ થાય છે. 

PMની મુલાકાતને લઈને વહીવટીતંત્ર એલર્ટ

વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને જાલૌન પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આ માટે જિલ્લા મુખ્યાલય ઓરાઈની તમામ હોટલ અને રેસ્ટોરન્ટ પર પણ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જનસભામાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ સમગ્ર જિલ્લાની નગરપાલિકા અને નગર પંચાયતના મુખ્ય મથકોએ પણ રોડવેઝ બસો મુકવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને આવકારવા માટે બુંદેલીના કલાકારો તેમની કલા પ્રદર્શિત કરશે.

14,850 કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA) દ્વારા આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296-km-લાંબા ફોર-લેન એક્સપ્રેસવેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી વિસ્તૃત કરી શકાશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા, છેલ્લા સાત વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 50 ટકાથી વધુ વધી છે. તેમણે માહિતી આપી હતી કે એપ્રિલ 2014માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 91,287 કિલોમીટર હતી કે જે 2021 સુધીમાં વધીને 1,41,000 કિમિ પર પહોચી ગઈ છે. 

Published On - 7:16 am, Sat, 16 July 22