Emergency: ‘ડાર્ક ઓફ ડેમોક્રેસી’ ઇમરજન્સીની વર્ષગાંઠ પર PM મોદીનું ટ્વીટ, જાણો બીજું શું કહ્યું

ઈમરજન્સીની વર્ષગાંઠના અવસર પર પીએમ મોદીએ ટ્વીટ કરીને ઈમરજન્સીને લોકશાહીના કાળા દિવસો ગણાવ્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ BJPએ 25મી જૂને કાળો દિવસ મનાવશે.

Emergency: ડાર્ક ઓફ ડેમોક્રેસી ઇમરજન્સીની વર્ષગાંઠ પર PM મોદીનું ટ્વીટ, જાણો બીજું શું કહ્યું
Image Credit source: Google
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:24 PM

ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે 25 જૂન, 1975 એ દિવસ છે, જ્યારે ભારતમાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી.  આજે રવિવારે અને 25 જૂનના રોજ આ ઈમરજન્સીના 48 વર્ષ પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જે ઈમરજન્સીના સમય પર અડગ લડતા રહ્યા હતા. પીએમ મોદી હાલ ઇજિપ્તમાં રાજકીય પ્રવાસ પર છે, આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે રાત્રે 12 વાગ્યે ઇજિપ્તથી દિલ્હી આવવા માટે રવાના થશે.

આ પણ વાચો: Assam Floods: આસામમાં પૂરની સ્થિતિ ગંભીર!, ગૃહપ્રધાન અમિત શાહે CM બિસ્વા સાથે વાત કરી શક્ય મદદની આપી ખાતરી

ઈમરજન્સીની વર્ષગાંઠ પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “હું એ તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને અમારી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. #DarkDaysOfEmergency એ આપણા ઈતિહાસનો એક અવિસ્મરણીય સમયગાળો છે, જે આપણા બંધારણ દ્વારા નિર્મિત મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.

 

Credit- Twiiter @narendramodi

બંધારણની કલમ 352 હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી

બીજી તરફ, રવિવારે (25 જૂન) ભારતીય જનતા પાર્ટી યુપીમાં ‘બ્લેક ડે’ મનાવશે. આ અંતર્ગત કોંગ્રેસને ઘેરવા માટે ભાજપ સરકાર ગૌતમ બુદ્ધ નગરમાં જનસભાનું આયોજન કરવા જઈ રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જનસભાને સંબોધશે. જણાવી દઈએ કે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી.

ઈમરજન્સી ભારતના ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટના

25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી 21 મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ઈમરજન્સી લાગુ થયા પછી લોકોની સ્વતંત્રતાથી લઈને પ્રેસની સ્વતંત્રતા સુધી દરેક વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ જ કારણ છે કે ઈમરજન્સીને ભારતીય ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો