PM મોદી આજે ઉતરપ્રદેશમાં 80,000 કરોડની યોજનાઓનુ કરશે ખાતમુહૂર્ત, 5 લાખ યુવાનોને મળશે નોકરીની તક

|

Jun 03, 2022 | 10:43 AM

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઔધોગિક ક્ષેત્રના વિકાસ માટેના ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં ભાગીદારીનું મોડલ તૈયાર કર્યું છે. જેમા સ્થપાનારા ઉદ્યોગો થકી, 5 લાખ યુવાનોને નોકરીની તક મળશે.

PM મોદી આજે ઉતરપ્રદેશમાં 80,000 કરોડની યોજનાઓનુ કરશે ખાતમુહૂર્ત, 5 લાખ યુવાનોને મળશે નોકરીની તક
PM MODI
Image Credit source: Scroll.in

Follow us on

ઉત્તરપ્રદેશ આ સમયમાં ઔધોગિક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રોકાણકારોને ઔધોગિક ક્ષેત્રમાં રોકાણ માટે પ્રેરિત કરવા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર આજે ગ્રાઉંડ બ્રેકિંગ સેરેમની (Ground Breaking Ceremony) નું આયોજન કરી રહી છે, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી (PM Modi) કરશે. પ્રધાનમંત્રી મોદી લખનૌમાં આજે 80 હજાર કરોડ રુપિયાની ઔધોગિક પરિયોજનાઓનું શિલાન્યાસ મૂકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા દેશ-વિદેશથી મોટા ઉધોગકારો આવી પહોંચ્યા છે. જે ઉત્તરપ્રદેશના ઔધોગિક ક્ષેત્રમાં રોકાણની જાહેરાત કરશે. યોગી આદિત્યનાથ સરકારે ઔધોગિક ક્ષેત્રના વિકાસ માટેના આ પ્રયાસમાં ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લાની ભાગીદારીનું મોડલ તૈયાર કર્યું છે. પ્રધાનમંત્રી મોદી આ મોટી પરિયોજનાઓનું વર્ચુયલ શિલાન્યાસ કરશે. જિલ્લાસ્તરની 3 કરોડ રુપિયા સુધીની પરિયોજનાઓની આધારશિલા પણ આ સેરેમનીમાં મુકવમાં આવશે. યોગી આદિત્યનાથ સરકારે મોટા સ્તર પર આ કાર્યક્રમની તૈયારી કરી છે. આ મહત્વના કાર્યક્રમનુ સીધુ પ્રસારણ ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં મોટી સ્ક્રીન મુકીને કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના પ્રથમ કાર્યકાળ સમયે પણ નિવેશકોને આકર્ષિત કરવા આવી 2 ગ્રાઉંડ બ્રેકિંગ સેરેમનીનું આયોજન કરવમાં આવ્યું હતું. અને હવે યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળના શરુઆતના સમયમાં આજે સવારે 11 વાગ્યે રાજધાનીના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આ ત્રીજી સેરેમનીનું ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે. આ સેરેમનીમાં પ્રધાનમંત્રી મોદી  80 હજાર કરોડની 1406 પરિયોજનાઓનું વર્ચુઅલ શિલાન્યાસ કરશે.  આ સેરમનીમાં યોગી આદિત્યનાથ સરકારે ઓડીઓપીને પ્રમોટ કરવા સ્ટોલ પણ લગાવ્યા છે. જેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

ઉધોગ  જગતના દિગ્ગજ પહોંચ્યા લખનઉ

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આયોજીત આ સેરેમનીમાં દેશ-વિદેશના લગભગ 170  પ્રમુખ ઉધોગપતિ અને પ્રતિનિધિઓ લખનઉ આવી પહોંચ્યા છે. આ સેરેમનીમાં ગૌતમ અડાની, કુમાર મંગલમ બિડલા, અનંત અંંબાણી જેવા દિગ્ગજો સામેલ થશે. આ સેરમનીમાં યોગી આદિત્યનાથ સરકારની સાથે મોદી સરકારના કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

શિક્ષા માટે ડેરી પ્લાંટમાં કરવામાં આવશે નિવેશ

યોગી આદિત્યનાથ સરકારે આજે ત્રીજી ગ્રાઉંડ બ્રેકિંગ સેરેમનીમાં ઉધોગકારોને આકર્ષિત કરવા માટે ઘણાં ક્ષેત્ર પંસદ કર્યા છે. જેમાં પ્રાઈવેટ યુનિર્વસિટીથી લઈને ડેરી પ્લાંટનું શિલાન્યાસ કરવમાં આવશે. રાજ્યમાં 805 એમએસએમી પરિયોજના, કૃષિ સંબધિત ઉધોગોની 275 પરિયોજના, ફાર્માસ્યૂટિકલ્સ અને મેડિકલ સપ્લાઈની 65 પરિયોજઓ, શિક્ષા સંબધિત 1183 કરોડ રુપિયાની 6 પરિયોજનાઓ, ડેરીની 489 કરોડની 7 પરિયોજનાઓ અને પશુપાલનની 6 પરિયોજનાનું શિલાન્યાસ પણ આ સેરેમનીમાં કરવામાં આવશે.

Next Article