PM Modi speech live in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગરીબી પર મોટુ નિવેદન, 13.50 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા, વિવિધ યોજના હેઠળ 7 લાખ લોકોની જીંદગી બચાવાઈ

વિવિધ યોજનાઓ પર વાત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓના પ્રતાપે આજે લાખો લોકોની જીંદગી બચાવાઈ છે. તેમણે ગરીબી પર જવાબ આપતા જણાવ્યું કે 13.50 કરોડ લોકો આજે ગરીબી રેખાની બહાર નિકળી ગયા છે. નીતિ આયોગની રિપોર્ટ મુજબ આ આંકડા બહાર આવ્યા હોવાનું તેમણે સંસંદમાં જણાવ્યું

PM Modi speech live in Parliament: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગરીબી પર મોટુ નિવેદન, 13.50 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા, વિવિધ યોજના હેઠળ 7 લાખ લોકોની જીંદગી બચાવાઈ
Prime Minister Narendra Modi's big statement on poverty, 13.50 crore people came out of the poverty line
| Edited By: | Updated on: Aug 10, 2023 | 5:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષ દ્વારા લવાયેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, વિપક્ષ છેલ્લા ત્રણ દિવસથી જે કોઈ શબ્દ મળે તેનો ઉપયોગ કર્યો છે. સારુ છે તેમના મનો બોજ ઉતર્યો હશે. મોદી તેરી કબ્ર ખુદેગી તે વિપક્ષનો પ્રિય નારો છે.

તેમણે વિવિધ યોજનાઓ પર વાત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓના પ્રતાપે આજે લાખો લોકોની જીંદગી બચાવાઈ છે. તેમણે ગરીબી પર જવાબ આપતા જણાવ્યું કે 13.50 કરોડ લોકો આજે ગરીબી રેખાની બહાર નિકળી ગયા છે. નીતિ આયોગની રિપોર્ટ મુજબ આ આંકડા બહાર આવ્યા હોવાનું તેમણે સંસંદમાં જણાવ્યું હતું.

સ્વચ્છ ભારત અભિયાનને લઈ તેમણે જણાવ્યું કે 3 લાખ લોકોની જીંદગી આ યોજના હેઠળ બચી ગઈ છે. જલ એજ જીવન યોજના હેઠળ 4 લાખ લોકોની જીંદગી બચી છે જે WHO દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 50 હજાર લોકોની જીંદગી બચી ગઈ છે. દરવર્ષે બચતી જીંદગી પર UNICEF દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે આજે ભારતની નિકાસ નવા માપદંડ રચી રહ્યું છે. આજે ગરીબના દિલમાં પોતાના સ્વપ્ન પુરા કરવાનો ભરોસો થયો છે. સાડા તેર કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા છે. આઈએમએફ જણાવે છે કે, ગરીબી મોટાભાગે સમાપ્ત કરવામાં આપણને સફળતા સાંપડી છે.