વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી NDA સરકારે રેલવેના આધુનિકીકરણ માટે અને મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરી રહી છે. હવે તેમાં ટ્રેનને અપગ્રેડ કરવાની વાત હોય કે પછી સ્ટેશનના રિડેવલપમેન્ટની, તમામ જગ્યાએ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવાનો સરકારનો પ્લાન છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે સ્ટેશન પર મળનારી સુવિધાઓ એરપોર્ટ જેવી હશે પણ મોંઘી નહીં હોય.
દેશમાં રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર પર ઝાંસીના રેલવે સ્ટેશનના રિડેવલમેન્ટનો પ્લાન શેયર કર્યો છે. આગામી દિવસમાં ઝાંસી રેલવે સ્ટેશનનો લુક એરપોર્ટ જેવો થઈ જશે અને તેમાં મળનારી સુવિધા ફાઈવ સ્ટાર હોટલ જેવી થઈ જશે. જો કે રેલવે સ્ટેશનને બનાવવામાં કેટલો ખર્ચ થશે તે વિશે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી.
આ પણ વાંચો: Kedarnath Yatra 2023: જો તમે પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો આ અહેવાલ ખાસ વાંચો
An integral part of our efforts to have modern stations across India, this will ensure more tourism and commerce in Jhansi as well as nearby areas. https://t.co/cj3il3vEhF
— Narendra Modi (@narendramodi) March 26, 2023
મહાશિવરાત્રિ પર્વ પૂર્વે રેલવેએ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ રૂપ ટ્વિટર પર શેર કર્યુ હતું. જે જોવામાં સોમનાથ મંદિર જેવુ જ દેખાઈ રહ્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી ડિઝાઈન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઈટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે. સ્ટેશન તૈયાર થવા પર મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.