વડાપ્રધાને કહ્યું કે મારા માટે જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે, દરેક ભારતીય ભગવાનનો અંશ છે અને તેથી જ હું કંઈક માગવાની ઇચ્છા રાખુ છું. હું તમારી પાસેથી ત્રણ સંકલ્પો ઈચ્છું છું, તમારા માટે નહીં, પરંતુ આપણા દેશ માટે, જે છે સ્વચ્છતા, નિર્માણ અને આત્મનિર્ભર ભારત માટે સતત પ્રયાસો. પીએમ મોદીએ કહ્યું કે, હજારો વર્ષ જૂના આ કાશીથી હુ દરેક દેશવાસીને આજે આ આહ્વાન કરું છું કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, શોધ કરો, કઇક નવીન કરો.
I want three resolutions from you, not for yourself, but for our country – cleanliness, creation & innovation and continuous efforts to create a self-reliant India: PM Modi at Varanasi pic.twitter.com/yPS0yFJWGf
— ANI UP (@ANINewsUP) December 13, 2021
”આ આઝાદીનું અમૃત છે”
સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ આઝાદીનું અમૃત છે. આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. ભારત જ્યારે આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત કેવું હશે તે માટે આપણે હવેથી કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે કાશી ચાર જૈન તીર્થંકરોની ભૂમિ છે, જે અહિંસા અને મક્કમતાનું પ્રતીક છે. રાજા હરિશ્ચંદ્રની પ્રામાણિકતાથી લઈને વલ્લભાચાર્ય, રામાનંદ જી, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થગુરુ રામદાસથી લઈને સ્વામી વિવેકાનંદ, મદન મોહન માલવિયા સુધી, કેટલાય ઋષિઓ અને આચાર્યો કાશીની પવિત્ર ભૂમિ સાથે સંબંધિત રહ્યા છે.
”મંદિરનો વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટ બન્યો”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંદિરનો વિસ્તાર જે પહેલા અહીં માત્ર ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં હતો તે હવે લગભગ 5 લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો છે. હવે 50 થી 75 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે. એટલે કે પહેલા માતા ગંગાના દર્શન-સ્નાન કરો અને ત્યાંથી તમે સીધા વિશ્વનાથ ધામ આવી શકશો. કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને ગંગા નદીને કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડે છે. આ ઉપરાંત ભક્તો માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશભરના સંતો પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ Sourav Gangulyએ કહ્યું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં આઈસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરશે
આ પણ વાંચોઃ IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત
Published On - 4:03 pm, Mon, 13 December 21