Budget ના દિલમાં ગામ અને ખેડૂત, આત્મ નિર્ભર ભારત મિશનને મળશે મજબૂતી: પીએમ મોદી

|

Feb 01, 2021 | 6:58 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં Budget રજૂ કર્યું. જેની બાદ પીએમ મોદીએ સામાન્ય બજેટ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે Budget નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરશે.

Budget ના દિલમાં ગામ અને ખેડૂત, આત્મ નિર્ભર ભારત મિશનને મળશે મજબૂતી: પીએમ મોદી
Narendra Modi

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં Budget રજૂ કર્યું. જેની બાદ પીએમ મોદીએ બજેટ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે Budget નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરશે. Budget  દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બદલાવ લાવશે. તેની સાથે યુવાઓને અનેક અવસર ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે બજેટ એ આત્મનિર્ભરતાનું વિઝન અને દરેક નાગરિક તથા વર્ગની સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે Budget પાછળના સિદ્ધાંતોમાં વિકાસ માટેની નવી તકોનું વિસ્તરણ, યુવાનો માટે નવી તકો, માનવીય સંસાધનને નવો દ્રષ્ટિકોણ આપવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટ અને નવા ક્ષેત્રોને વિકસિત બનવામાં મદદ કરવી તેનો સમાવેશ થાય છે. આ બજેટ એ પ્રક્રિયાઓ તથા નિયમોને વધુ સરળ બનાવીને સામાન્ય માનવી માટે જીવન જીવવાની સરળતામાં વધારો કરશે. આ બજેટ વ્યક્તિગત લોકોના જીવનમાં, રોકાણકારો, ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે હકારાત્મક પરિવર્તનો લઈને આવશે.

પીએમ મોદીએ એ કહ્યું કે, બજેટ રજૂ થયાના શરૂઆતના જ કલાકોની અંદર બજેટને પ્રારંભિક હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે બજેટના કદને વધારવાની સાથે સાથે નાણાકીય સંતુલિતતા પ્રત્યેની પોતાની જવાબદારી તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બજેટની પારદર્શકતાની નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બજેટના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તે સંપત્તિ અને કલ્યાણ, એમએસએમઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્રિત છે. તેમણે આરોગ્ય કાળજી ઉપર મૂકવામાં આવેલ અભૂતપૂર્વ ભારની પણ નોંધ લીધી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બજેટમાં દક્ષિણના રાજ્યો, ઉત્તર પૂર્વ અને લેહ લદ્દાખની વિકાસ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આપણાં દરિયાકાંઠા રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળને ઉદ્યોગ પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દિશામાં આ એક વિશાળ પગલું છે. આ બજેટ ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે આસામની વણવપરાયેલી ક્ષમતાઓ સુધી પહોંચવામાં પણ ઘણું મદદગાર સાબિત થશે.

Next Article