મહિલા સ્વયં સહાયતા સમૂહોના સંમેલનમાં PM મોદીનું સંબોધન, કહ્યું ‘જન્મદિવસે હું માતા પાસે ના જઈ શક્યો પણ આજે લાખો માતાઓ આર્શિવાદ આપી રહી છે’

|

Sep 17, 2022 | 2:35 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે મધ્ય પ્રદેશમાં શ્યોપુર મહિલા સ્વયં સહાય જૂથ પરિષદમાં હાજરી આપી હતી અને વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે હું મારી માતા પાસે ન જઈ શક્યો પરંતુ આજે મને જન્મદિન નિમિત્તે લાખો માતાઓ આશીર્વાદ આપી રહી છે.

મહિલા સ્વયં સહાયતા સમૂહોના સંમેલનમાં PM મોદીનું સંબોધન, કહ્યું જન્મદિવસે હું માતા પાસે ના જઈ શક્યો પણ આજે લાખો માતાઓ આર્શિવાદ આપી રહી છે
Pm Narendra Modi
Image Credit source: File Image

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) શ્યોપુર મહિલા સ્વયં સહાય જૂથ પરિષદમાં હાજરી આપી હતી અને વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે હું મારી માતા પાસે ન જઈ શક્યો પરંતુ આજે મને જન્મદિન નિમિત્તે લાખો માતાઓ આશીર્વાદ આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વકર્મા પૂજા પર સ્વયં સહાયતા જૂથોનું આટલું મોટું સંમેલન પોતાનામાં જ ખૂબ જ વિશેષ છે. હું પણ આપ સૌને, તમામ દેશવાસીઓને વિશ્વકર્મા પૂજાની શુભેચ્છા પાઠવું છું.

લાખો માતાઓ આજે મને આશીર્વાદ આપી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે મારી માતા આ દ્રશ્ય જોશે ત્યારે તેમને ચોક્કસ સંતોષ થશે કે ભલે આજે દીકરો અહીં નથી ગયો, પરંતુ લાખો માતાઓએ તેને આશીર્વાદ આપ્યા છે. મારી માતા આજે વધુ ખુશ થશે. તેમને આગળ કહ્યું, “સામાન્ય રીતે આ દિવસે હું મારી માતા પાસે જાઉં, તેમના ચરણ સ્પર્શ કરું અને આશીર્વાદ લવું છું. પરંતુ આજે હું મારી માતા પાસે ન જઈ શક્યો, પરંતુ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી, અન્ય સમાજમાંથી, ગામડે ગામડેથી લાખો માતાઓ આજે અહીં મને આશીર્વાદ આપી રહી છે.

મહિલા શક્તિના પ્રતિનિધિત્વમાં આવ્યો મોટો તફાવત

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લી સદીના ભારત અને આ સદીના નવા ભારત વચ્ચે મોટો તફાવત આપણી મહિલા શક્તિના પ્રતિનિધિત્વના રૂપમાં આવ્યો છે. આજના નવા ભારતમાં પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી મહિલા શક્તિનો ધ્વજ લહેરાય રહ્યો હોય છે, જે પણ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું હોય, તે કાર્યમાં સફળતા આપોઆપ નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું એક મોટું ઉદાહરણ છે, જેનું નેતૃત્વ મહિલાઓએ કર્યું છે.

Published On - 1:45 pm, Sat, 17 September 22

Next Article