વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને કર્ણાટકના મૈસૂર નજીક નડ્યો અકસ્માત, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમનો પરિવાર મૈસૂર નજીક કાર અકસ્માતમાં ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને કર્ણાટકના મૈસૂર પાસે મંગળવારે અકસ્માત નડ્યો હતો.

વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને કર્ણાટકના મૈસૂર નજીક નડ્યો અકસ્માત, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
PM Modi's brother Prahlad Modi
Image Credit source: TV9
| Edited By: | Updated on: Dec 27, 2022 | 4:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને કર્ણાટકના મૈસૂર નજીક અકસ્માત નડ્યો છે. પ્રહલાદ મોદી બેંગાલુરૂથી બાંદીપુર જઇ રહ્યા હતા આ દરમ્યાન મૈસૂરુના કડાકોલા નજીક તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. પ્રહલાદ મોદીની સાથે તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધુ જિનલ મોદી, પૌત્ર મહાર્થ તેમજ કાર ડ્રાઇવર સત્યનારાયણ સવાર હતા. અકસ્માત બાદ તમામને તાત્કાલિક નજીકની JSS ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે ટીવી નાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું કે તમામને સામાન્ય ઇજાઓ પહોંચી છે આથી ચિંતાનું કોઇ કારણ નથી. પ્રહલાદ મોદીને ચહેરા પર સામાન્ય ઇજાઓ થઇ છે. જ્યારે કે તેમના પૌત્ર મહાર્થને પગમાં ઇજા પહોંચી છે. જ્યારે કે ડ્રાઇવર સત્યનારાયણ સહિતના બાકીના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 3:41 pm, Tue, 27 December 22