Parakram Diwas 2022: PM Modiએ સુભાષચંદ્ર બોઝને આપી શ્રદ્ધાંજલિ, સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીને યાદ કરાયા

|

Jan 23, 2022 | 2:02 PM

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક ચિહ્ન તરીકે નેતાજીનો ઉદય ભારતીય ઈતિહાસમાં અજોડ છે, એમ તેમણે જણાવ્યું હતું.

Parakram Diwas 2022: PM Modiએ સુભાષચંદ્ર બોઝને આપી શ્રદ્ધાંજલિ, સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીને યાદ કરાયા
PM Modi pays tribute to Netaji Subhas Chandra Bose(PTI)

Follow us on

આખો દેશ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની(Subhas Chandra Bose Jayanti) ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ તેમને ફૂલ અર્પણ કર્યા હતા. સરકારે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે આજથી (23 જાન્યુઆરીથી) પ્રજાસત્તાક દિવસની(Republic Day 2022) ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેને આ વર્ષથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાને ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, ‘પરાક્રમ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની 125મી જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પે છે. સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે નેતાજીએ લીધેલા સાહસિક પગલાં તેમને National Idol બનાવે છે. તેમણે કહ્યું કે નેતાજીના આદર્શો અને બલિદાન દરેક ભારતીયને હંમેશા પ્રેરણા આપતા રહેશે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક ચિહ્ન તરીકે નેતાજીનો ઉદય ભારતીય ઈતિહાસમાં અજોડ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ દેશભક્તિ, સાહસ, નેતૃત્વ, એકતા અને ભાઈચારાનું પ્રતિક છે. બંગાળ સરકાર સમગ્ર રાજ્યમાં પ્રોટોકોલ મુજબ નેતાજીની 125મી જન્મજયંતિને દેશ નાયક દિવસ તરીકે ઉજવી રહી છે.

આ પણ વાંચો:

Uttarakhand Election: ઉત્તરાખંડ કોંગ્રેસની પ્રથમ યાદીમાં અડધી વસ્તીના ‘હાથ’ ખાલી, માત્ર ત્રણ મહિલાઓને ટિકિટ

આ પણ વાંચો:

UP Assembly Election: સમાજવાદી પાર્ટીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર , જાણો ભાજપ-આપએ કોને સ્થાન આપ્યું?

Next Article