BRICS summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)આજે 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા) જવા રવાના થયા છે. પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે. આ દરમિયાન તેઓ ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા 15મી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર અહીંની મુલાકાતે છે.
આ પણ વાંચો: India Pakistan Relationship: BRICSમાં એન્ટ્રી માટે બેતાબ છે પાકિસ્તાન, શું ભારત તેને ફરી રોકી શકશે?
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ગ્રીસ જશે. વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર પીએમ મોદીની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે. જણાવી દઈએ કે પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ અંગે ચર્ચા કરશે.
Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023
જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત થવાની સંભાવના છે. અગાઉ, બંને નેતાઓ બાલી (ઇન્ડોનેશિયા)માં જી-20 સંમેલનના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા. લગભગ એક વર્ષ પછી, બંને દેશો સહમત થયા કે મોદી અને જિનપિંગ વચ્ચેની ટૂંકી બેઠકમાં સરહદ વિવાદ પર પણ ચર્ચા થઈ હતી. જોકે સત્તાવાર રીતે વિદેશ સચિવે કહ્યું છે કે બેઠકનો કાર્યક્રમ હજુ ફાઈનલ નથી.
Published On - 8:23 am, Tue, 22 August 23